गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat performs Dashratha's last rites

 

(चौपाई)

नृपतनु बेद बिदित अन्हवावा। परम बिचित्र बिमानु बनावा ॥

गहि पद भरत मातु सब राखी। रहीं रानि दरसन अभिलाषी ॥ १ ॥

चंदन अगर भार बहु आए। अमित अनेक सुगंध सुहाए ॥

सरजु तीर रचि चिता बनाई। जनु सुरपुर सोपान सुहाई ॥ २ ॥

एहि बिधि दाह क्रिया सब कीन्ही। बिधिवत न्हाइ तिलांजुलि दीन्ही ॥

सोधि सुमृति सब बेद पुराना। कीन्ह भरत दसगात बिधाना ॥ ३ ॥

जहँ जस मुनिबर आयसु दीन्हा। तहँ तस सहस भाँति सबु कीन्हा ॥

भए बिसुद्ध दिए सब दाना। धेनु बाजि गज बाहन नाना ॥ ४ ॥

(दोहा)  

सिंघासन भूषन बसन अन्न धरनि धन धाम।

दिए भरत लहि भूमिसुर भे परिपूरन काम ॥ १७० ॥

 

સરયૂ તટે દશરથ રાજાનો અંતિમ સંસ્કાર

 

(દોહરો)  

વેદોક્ત રીતે નૃપતિને પછી કરાવી સ્નાન

બનાવડાવ્યું તરત ત્યાં પરમ વિચિત્ર વિમાન

 

ભરતે સર્વે માતને વહ્નિથી વાળી,

રામમિલનની એ રહી આશાથી ન્યારી.

 

ચંદન અગર અનંત ને આવ્યાં દ્રવ્ય અપાર;

ચિતા રચી સરયૂતટે જાણે સુરપુરદ્વાર.

 

દાહક્રિયા સઘળી કરી અંજલિ અર્પી તેમ

ક્રિયા કરી દસ દિવસની ભરતે ત્યાં સપ્રેમ.

 

શ્રુતિસ્મૃતિ સર્વ પુરાણના મતને ધ્યાન ધરી

મુનિવરના આદેશનું પાલન પૂર્ણ કરી

 

કર્યુ તે મુજબ ધેનુ ને હય ગજ વાહન દાન

દીધાં ભરતે સર્વનું કરવાને કલ્યાણ.

 

સિંહાસન ભૂષણ વસન અન્ન ધરા ધન ધામ

પ્રાપ્ત કરી ભૂદેવ સૌ બની ગયા કૃતકામ.

              

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer