गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat says that he is not fit for the crown

 

(चौपाई)

कैकइ सुअन जोगु जग जोई। चतुर बिरंचि दीन्ह मोहि सोई ॥

दसरथ तनय राम लघु भाई। दीन्हि मोहि बिधि बादि बड़ाई ॥ १ ॥

तुम्ह सब कहहु कढ़ावन टीका। राय रजायसु सब कहँ नीका ॥

उतरु देउँ केहि बिधि केहि केही। कहहु सुखेन जथा रुचि जेही ॥ २ ॥

मोहि कुमातु समेत बिहाई। कहहु कहिहि के कीन्ह भलाई ॥

मो बिनु को सचराचर माहीं। जेहि सिय रामु प्रानप्रिय नाहीं ॥ ३ ॥

परम हानि सब कहँ बड़ लाहू। अदिनु मोर नहि दूषन काहू ॥

संसय सील प्रेम बस अहहू। सबुइ उचित सब जो कछु कहहू ॥ ४ ॥

(दोहा)    

राम मातु सुठि सरलचित मो पर प्रेमु बिसेषि।

कहइ सुभाय सनेह बस मोरि दीनता देखि ॥ १८१ ॥

 

ભરત પોતાને રાજગાદી માટે અનુચિત ગણે છે

 

(દોહરો) 

કૈકેયી સુતકાજ જે જગમાં યોગ્ય હતું

ચતુર વિધાતાએ મને સમજી તે જ ધર્યું.

 

પરંતુ દશરથપુત્ર ને રઘુપતિનો લઘુ ભ્રાત

વિધિએ વ્યર્થ બનાવતાં અમંગલ કરી જાત.

 

રાજતિલકકાજે કહો પરંતુ શું કહું હું;

રુચિ અનુસાર વદે બધાં, ઉત્તર આપું શું ?

 

કોણ કહેશે ઉચિત કે બધું થયું છે કામ,

મુજ સિવાય કો પ્રાણપ્રિય જેને નવ છે રામ ?

 

પરમ હાનિમાં સર્વને મોટો લાભ જણાય;

દોષ નથી કોઇતણો, અશુભ દિવસ સઘળાય.

 

સંશય શીલ સ્નેહવશ યોગ્ય જ તમે કહો,

કૌશલ્યા અતિસરળ ને છે પ્રેમાળ અહો.

 

દેખી મારી દીનતા સ્નેહવશ થઇ એ

સહજપણે જ સુયોગ્ય ને મીઠાં વચન વદે.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer