गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat asks everybody to join

 

(चौपाई)

भरत बचन सब कहँ प्रिय लागे। राम सनेह सुधाँ जनु पागे ॥

लोग बियोग बिषम बिष दागे। मंत्र सबीज सुनत जनु जागे ॥ १ ॥

मातु सचिव गुर पुर नर नारी। सकल सनेहँ बिकल भए भारी ॥

भरतहि कहहि सराहि सराही। राम प्रेम मूरति तनु आही ॥ २ ॥

तात भरत अस काहे न कहहू। प्रान समान राम प्रिय अहहू ॥

जो पावँरु अपनी जड़ताई। तुम्हहि सुगाइ मातु कुटिलाई ॥ ३ ॥

सो सठु कोटिक पुरुष समेता। बसिहि कलप सत नरक निकेता ॥

अहि अघ अवगुन नहि मनि गहई। हरइ गरल दुख दारिद दहई ॥ ४ ॥

(दोहा)    

अवसि चलिअ बन रामु जहँ भरत मंत्रु भल कीन्ह।

सोक सिंधु बूड़त सबहि तुम्ह अवलंबनु दीन्ह ॥ १८४

 

ભરત સૌને રામમિલન માટે જોડાવા કહે છે

 

(દોહરો) 

ભરતવચન સૌને ગમ્યાં, અતિસુખકર લાગ્યાં,

રામસુધામાં સ્નેહને ન્હાઇ સૌ જાગ્યાં.

*

માતા મંત્રી ગુરુ પર નરનાર બન્યાં પ્રેમથી વિકળ અપાર,

કરવા લાગ્યા ભરતનાં વખાણ, પ્રેમપૂર્ણ તમારો છે પ્રાણ

 

તમે વચનો કાં આવાં વદો ના, પ્રિય રઘુવરને કેમ ગણો ના;

જોશે શંકાની નજરે જે તમને માતા કૈકેયીને લીધે સ્વપ્ને

 

કરશે સો કલ્પ નરકનિવાસ પીડા ભોગવતાં તે ખાસ;

મણિ નાગના અવગુણ ના લે, દુઃખ દૈન્ય ને વિષને હરી લે.

 

(દોહરો) 

વનમાં ચાલો જ્યાં વસે સર્વ તજીને રામ;

શોકસિંધુ ડૂબેલને તમે ધર્યો વિશ્રામ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer