गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Sage Bhardwaj praises Bhrat's love

 

(चौपाई)

सो तुम्हार धनु जीवनु प्राना। भूरिभाग को तुम्हहि समाना ॥

यह तम्हार आचरजु न ताता। दसरथ सुअन राम प्रिय भ्राता ॥ १ ॥

सुनहु भरत रघुबर मन माहीं। पेम पात्रु तुम्ह सम कोउ नाहीं ॥

लखन राम सीतहि अति प्रीती। निसि सब तुम्हहि सराहत बीती ॥ २ ॥

जाना मरमु नहात प्रयागा। मगन होहिं तुम्हरें अनुरागा ॥

तुम्ह पर अस सनेहु रघुबर कें। सुख जीवन जग जस जड़ नर कें ॥ ३ ॥

यह न अधिक रघुबीर बड़ाई। प्रनत कुटुंब पाल रघुराई ॥

तुम्ह तौ भरत मोर मत एहू। धरें देह जनु राम सनेहू ॥ ४ ॥

(दोहा)  

तुम्ह कहँ भरत कलंक यह हम सब कहँ उपदेसु।

राम भगति रस सिद्धि हित भा यह समउ गनेसु ॥ २०८ ॥

 

ભારદ્વાજ મુનિ ભરતના પ્રેમને વખાણે છે

 

(દોહરો) 

ધન જીવન ને પ્રાણ છે તે જ તમારે કાજ,

સદભાગી જન કોણ છે તમારા સમો આજ ?

*

સુણો ભરત, શ્રીરામના મનમાં કોઇ પ્રિય ના તમારાશું જગમાં;

સીતારામ લક્ષ્મણની રાત વીતી કરતાં તમારી જ વાત.

 

જાણ્યો મર્મ મેં એનો પ્રયાગે, બન્યાં મગ્ન તમારા જ રાગે;

એવો અનુરાગ છે રઘુવરનો જેવો જગતસુખને કાજે જડનો.

 

એમાં રઘુવીરની ના બડાઇ, પ્રણત કુટુંબપાલક રઘુરાઇ;

મારો મત તો ભરત, છે એ જ, તમે રઘુપતિના સાકાર સ્નેહ.

 

(દોહરો) 

કલંક જે માનો તમે તે અમને ઉપદેશ;

રામભક્તિ રસસિદ્ધિનો આ છે સમય ગણેશ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer