गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Laxman cautions Ram about Bharat's intentions

 

(चौपाई)

सहसबाहु सुरनाथु त्रिसंकू। केहि न राजमद दीन्ह कलंकू ॥

भरत कीन्ह यह उचित उपाऊ। रिपु रिन रंच न राखब काऊ ॥ १ ॥

एक कीन्हि नहिं भरत भलाई। निदरे रामु जानि असहाई ॥

समुझि परिहि सोउ आजु बिसेषी। समर सरोष राम मुखु पेखी ॥ २ ॥

एतना कहत नीति रस भूला। रन रस बिटपु पुलक मिस फूला ॥

प्रभु पद बंदि सीस रज राखी। बोले सत्य सहज बलु भाषी ॥ ३ ॥

अनुचित नाथ न मानब मोरा। भरत हमहि उपचार न थोरा ॥

कहँ लगि सहिअ रहिअ मनु मारें। नाथ साथ धनु हाथ हमारें ॥ ४ ॥

(दोहा)  

छत्रि जाति रघुकुल जनमु राम अनुग जगु जान।

लातहुँ मारें चढ़ति सिर नीच को धूरि समान ॥ २२९ ॥

 

લક્ષ્મણ ભરતથી સાવધ રહેવા રામને જણાવે છે

 

(દોહરો) 

સહસ્ત્રબાહુ ત્રિશંકુ ને ઇન્દ્ર સમાન અનેક

કલંકિત બન્યા રાજ્યના મદનો માણી કેફ.

 

ભરતે યોગ્ય જ છે કર્યું, ઋણને ને રિપુને

કદી શેષ ના રાખવાં મને તેમ કમને.

ભરતે એકલા તમને જાણી કર્યો અનાદર દુર્બળ માની;

સમરે રામના મુખને નિહાળી એને ભૂલ સમજાશે ભારી.

 

એવું કહેતાં નીતિરસ ભૂલી વીરરસથી રહ્યા એ ફૂલી;

વંદી પ્રભુને ચરણરજ  ધારી, વદ્યા સત્ય સહજ વીર્યવાણી.

 

મારું કથન ના અનુચિત માનો, ત્રાસ ભરતનો અલ્પ ના જાણો;

મન ક્યાં સુધી મારી સહાય, તમે સાથે કર ચાપ સોહાય.

 

(દોહરો) 

રઘુકુળ, ક્ષત્રિય જન્મ ને દાસ રામનો હું;

માર્યે મસ્તક પર ચઢે, નીચ ધૂળથી શું ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer