गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat becomes emotional

 

(चौपाई)

सखा बचन सुनि बिटप निहारी। उमगे भरत बिलोचन बारी ॥

करत प्रनाम चले दोउ भाई। कहत प्रीति सारद सकुचाई ॥ १ ॥

हरषहिं निरखि राम पद अंका। मानहुँ पारसु पायउ रंका ॥

रज सिर धरि हियँ नयनन्हि लावहिं।रघुबर मिलन सरिस सुख पावहिं ॥२॥

देखि भरत गति अकथ अतीवा। प्रेम मगन मृग खग जड़ जीवा ॥

सखहि सनेह बिबस मग भूला। कहि सुपंथ सुर बरषहिं फूला ॥ ३ ॥

निरखि सिद्ध साधक अनुरागे। सहज सनेहु सराहन लागे ॥

होत न भूतल भाउ भरत को। अचर सचर चर अचर करत को ॥ ४ ॥

(दोहा)    

पेम अमिअ मंदरु बिरहु भरतु पयोधि गँभीर।

मथि प्रगटेउ सुर साधु हित कृपासिंधु रघुबीर ॥ २३८ ॥

 

ભરત ભાવસાગરમાં ડૂબે છે

 

(દોહરો) 

વૃક્ષ વિલોકી ભરતનાં લોચન ઉભરાયાં;

પ્રણામ કરતાં વનમહીં ભ્રાત ઉભય ચાલ્યાં.

 

વર્ણન સ્નેહતણું કરી સરસ્વતી ન શકે,

સાધારણ કવિબુદ્ધિ તો ક્યાંથી લેશ ટકે ?

*

હરખ્યા મળ્યે રામપદચિહ્ન જેમ પામતાં પારસ દીન;

રજ શિર ધરી નયન ઉર તેમ, પામ્યા સુખ રામમિલન જેમ.

 

દેખી ગતિને અકથ અતીવ પ્રેમમગ્ન મૃગ ખગ જડ જીવ;

સ્નેહવિવશ પથ ભૂલ્યો ગુહ, સુર પથ ધરતાં વરસ્યાં ફૂલ.

 

સાધકસિદ્ધ પેખતાં પ્રેમ વખાણવા લાગ્યા સપ્રેમ;

ભાવ ભરતનો હોત ન તો પરમ પ્રેરણા પામત કો ?

 

(દોહરો) 

જડને ચેતન ને કરત ચેતનને જડ કો,

ભરતપ્રેમ ના હોત તો સાર ન હોત કશો.

 

પ્રેમામૃત, મંદર વિરહ, ભરત પયોધિ ગભીર,

મથી કર્યું સુર સાધુ હિત કૃપાસિંધુ રઘુવીર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer