गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat has a glance of Ram

 

(चौपाई)

सखा समेत मनोहर जोटा। लखेउ न लखन सघन बन ओटा ॥

भरत दीख प्रभु आश्रमु पावन। सकल सुमंगल सदनु सुहावन ॥ १ ॥

करत प्रबेस मिटे दुख दावा। जनु जोगीं परमारथु पावा ॥

देखे भरत लखन प्रभु आगे। पूँछे बचन कहत अनुरागे ॥ २ ॥

सीस जटा कटि मुनि पट बाँधें। तून कसें कर सरु धनु काँधें ॥

बेदी पर मुनि साधु समाजू। सीय सहित राजत रघुराजू ॥ ३ ॥

बलकल बसन जटिल तनु स्यामा। जनु मुनि बेष कीन्ह रति कामा ॥

कर कमलनि धनु सायकु फेरत। जिय की जरनि हरत हँसि हेरत ॥ ४ ॥

(दोहा)    

लसत मंजु मुनि मंडली मध्य सीय रघुचंदु।

ग्यान सभाँ जनु तनु धरे भगति सच्चिदानंदु ॥ २३९ ॥

 

વનવાસી વેશમાં રામનું દર્શન

 

(દોહરો) 

ભરતે જોયો આખરે પ્રભુઆશ્રમ સુપવિત્ર

સકળ સુમંગલ સદનશો ક્લેશો થકી અતીત.

 

પ્રવેશ કરતાંવેંત ત્યાં મટયાં દુઃખ ને દાહ,

યોગીની પરમાર્થની તૃપ્તિ પામી ચાહ.

 

ભરતે લક્ષ્મણને પુનિત પ્રભુ પાસે જોયા

ઉત્તર કાંઇ આપતા; દેખીને મોહ્યા.

 

શીશ જટા, કટિ પર હતાં મુનિનાં વસ્ત્ર વળી,

ઊભેલા ભાથું તથા ધનુષ્ય બાણ ધરી.

 

વેદી પર મુનિનો હતો સાધુતણો સમુદાય,

સીતા સાથે શોભતા દિવ્ય પરમ રઘુરાય.

 

વલ્કલ વસ્ત્ર જટા વળી શરીર સુંદર શ્યામ;

રતિ અનંગ જાણે ઉભય મુનિવેશે અભિરામ.

 

ફેરવતાં ધનુબાણને કરકમળથકી રામ,

સ્મિતથી ઉરના તાપને હરતાં દે આરામ.

 

મંગલ મુનિમંડળમહીં સીતા ને રઘુચંદ,

જ્ઞાનસભામાં જેમ હો ભક્તિ સચ્ચિદાનંદ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer