गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Laxman meets Sumitra

 

(चौपाई)

गुरतिय पद बंदे दुहु भाई। सहित बिप्रतिय जे सँग आई ॥

गंग गौरि सम सब सनमानीं ॥ देहिं असीस मुदित मृदु बानी ॥ १ ॥

गहि पद लगे सुमित्रा अंका। जनु भेटीं संपति अति रंका ॥

पुनि जननि चरननि दोउ भ्राता। परे पेम ब्याकुल सब गाता ॥ २ ॥

अति अनुराग अंब उर लाए। नयन सनेह सलिल अन्हवाए ॥

तेहि अवसर कर हरष बिषादू। किमि कबि कहै मूक जिमि स्वादू ॥ ३ ॥

मिलि जननहि सानुज रघुराऊ। गुर सन कहेउ कि धारिअ पाऊ ॥

पुरजन पाइ मुनीस नियोगू। जल थल तकि तकि उतरेउ लोगू ॥ ४ ॥

(दोहा)  

महिसुर मंत्री मातु गुर गने लोग लिए साथ ॥

पावन आश्रम गवनु किय भरत लखन रघुनाथ ॥ २४५ ॥

 

લક્ષ્મણ માતા સુમિત્રાને મળે છે

 

(દોહરો) 

અરુંધતી ને વિપ્રસ્ત્રી ચરણે કર્યા પ્રણામ,

ગંગા ગૌરીસમ કર્યું સર્વતણું સન્માન.

 

દેખી બંને બંધુનો એવો શુભ વ્યવહાર

આશીર્વાદ દઇ વદી નારી મધુરી વાણ.

*

બંને બંધુ મળ્યા સુમિત્રાને પામ્યા દીન જાણે સંપદાને;

પડયા પ્રેમે કૌશલ્યાના પદમાં, પ્રેમ વ્યાપ્યો ત્યારે સૌની રગમાં.

 

આપ્યું માતે મધુર આલિંગન, પ્રેમાશ્રુથી ભરાયાં નયન;

કેમ કહેવાય હર્ષ વિષાદ એ અવસરનો જ્યમ મૂકથી સ્વાદ.

 

કરી પ્રાર્થના ગુરુવરને રામે મળી લક્ષ્મણ સાથે કૌશલ્યાને,

આજ્ઞા પામી વસિષ્ઠની સર્વે એથી ઊતર્યા દેખી શુચિ સ્થળને.

 

(દોહરો) 

દ્વિજ મંત્રી ગુરુ માત ને વિરલ જનોની સાથ

ચાલ્યા સહર્ષ આશ્રમે ભરત અનુજ રઘુનાથ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer