गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat asks for his exile and Ram's coronation

 

(चौपाई)

लखि सब बिधि गुर स्वामि सनेहू। मिटेउ छोभु नहिं मन संदेहू ॥

अब करुनाकर कीजिअ सोई। जन हित प्रभु चित छोभु न होई ॥ १ ॥

जो सेवकु साहिबहि सँकोची। निज हित चहइ तासु मति पोची ॥

सेवक हित साहिब सेवकाई। करै सकल सुख लोभ बिहाई ॥ २ ॥

स्वारथु नाथ फिरें सबही का। किएँ रजाइ कोटि बिधि नीका ॥

यह स्वारथ परमारथ सारु। सकल सुकृत फल सुगति सिंगारु ॥ ३ ॥

देव एक बिनती सुनि मोरी। उचित होइ तस करब बहोरी ॥

तिलक समाजु साजि सबु आना। करिअ सुफल प्रभु जौं मनु माना ॥ ४ ॥

(दोहा)   

सानुज पठइअ मोहि बन कीजिअ सबहि सनाथ।

नतरु फेरिअहिं बंधु दोउ नाथ चलौं मैं साथ ॥ २६८ ॥

 

ભરત રામને રાજતિલક અને પોતાનો વનવાસ માંગે છે

 

(દોહરો) 

સ્વામી ગુરુના સ્નેહને દેખી ક્ષોભ મટયો,

ચિત્તમહીં સંદેહ કે શોક રહ્યો ન કશો.

 

કરુણાનિધિ, કરુણા કરી એવું હવે કરો,

થાય દાસહિત, ક્ષોભ હો પ્રભુને નહીં કશો.

 

સ્વામીને સંકોચમાં નાખી હિત ચાહે,

તે સેવકની બુદ્ધિને અધમ બધા ભાખે.

 

સેવકહિત સ્વામીતણી સેવામાં જ રહ્યું;

સકળ લોભ સુખ છોડતાં સેવક કરે કહ્યું.

 

પાછા ફરો તમે રહ્યો એમાં સૌનો સ્વાર્થ,

આજ્ઞાપાલન શુભ સદા, એ જ પરમ પરમાર્થ.

 

દેવ, અરજને સાંભળી કરવા યોગ્ય કરો,

તૈયાર કર્યો સાજ છે તિલકતણો સઘળો.

 

સફળ કરો તેને, કરો સૌને વળી સનાથ,

વનમાં મુજને મોકલો હર્ષે સાનુજ સાથ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer