गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram gives his Paduka to Bharat

 

(चौपाई)

राजधरम सरबसु एतनोई। जिमि मन माहँ मनोरथ गोई ॥

बंधु प्रबोधु कीन्ह बहु भाँती। बिनु अधार मन तोषु न साँती ॥ १ ॥

भरत सील गुर सचिव समाजू। सकुच सनेह बिबस रघुराजू ॥

प्रभु करि कृपा पाँवरीं दीन्हीं। सादर भरत सीस धरि लीन्हीं ॥ २ ॥

चरनपीठ करुनानिधान के। जनु जुग जामिक प्रजा प्रान के ॥

संपुट भरत सनेह रतन के। आखर जुग जुन जीव जतन के ॥ ३ ॥

कुल कपाट कर कुसल करम के। बिमल नयन सेवा सुधरम के ॥

भरत मुदित अवलंब लहे तें। अस सुख जस सिय रामु रहे तें ॥ ४ ॥

(दोहा)  

मागेउ बिदा प्रनामु करि राम लिए उर लाइ।

लोग उचाटे अमरपति कुटिल कुअवसरु पाइ ॥ ३१६ ॥

 

રામ ભરતને પાદુકા અર્પણ કરે છે

 

(દોહરો) 

રાજધર્મનો સાર એ રામે વિવિધ પ્રકાર

કહ્યો છતાં સંતોષ ના થયો વિના-આધાર.

*

ભરતપ્રેમ ગુરુ સચિવ સમાજ, સ્નેહવશ બન્યા વધુ રઘુરાજ

દઇ પાદુકા કરુણા કરી, ભરતે સાદર શિર પર ધરી.

 

ચરણપીઠ કરુણાનિધાનની રક્ષક બંને પ્રજાપ્રાણની,

સંપુટ ભરતસ્નેહ રતનના, અક્ષરદ્વય મધુ જીવજતનના.

 

(દોહરો) 

રઘુકુળનાં બે બારણાં, કુશળ કર્મના હાથ,

સેવા સુધર્મ નીરખવા નિર્મળ બંને આંખ.

 

ભરત પ્રસન્ન બની ગયા મળતાં એ આધાર,

રામ-જાનકી સાથનું સુખ અનુભવ્યું અપાર.

 

વિદાય માગી વંદતાં; ભેટયા શ્રીરઘુરાય;

ઇન્દ્રે જગવી જનઉરે અશાંતિ તેમજ લ્હાય.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer