गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram embraces Bharat

 

(चौपाई)

सो कुचालि सब कहँ भइ नीकी। अवधि आस सम जीवनि जी की ॥

नतरु लखन सिय सम बियोगा। हहरि मरत सब लोग कुरोगा ॥ १ ॥

रामकृपाँ अवरेब सुधारी। बिबुध धारि भइ गुनद गोहारी ॥

भेंटत भुज भरि भाइ भरत सो। राम प्रेम रसु कहि न परत सो ॥ २ ॥

तन मन बचन उमग अनुरागा। धीर धुरंधर धीरजु त्यागा ॥

बारिज लोचन मोचत बारी। देखि दसा सुर सभा दुखारी ॥ ३ ॥

मुनिगन गुर धुर धीर जनक से। ग्यान अनल मन कसें कनक से ॥

जे बिरंचि निरलेप उपाए। पदुम पत्र जिमि जग जल जाए ॥ ४ ॥

(दोहा)   

तेउ बिलोकि रघुबर भरत प्रीति अनूप अपार।

भए मगन मन तन बचन सहित बिराग बिचार ॥ ३१७ ॥

 

રામ ભરતને આલિંગન આપે છે

 

(દોહરો) 

કુચાલ હિતકર એ થઇ સર્વકાજ સઘળી,

વિયોગ વ્યાધિગ્રસ્ત જન નહિ તો જાત મરી.

 

રામકૃપાથી સર્વની અશાંતિ કિન્તુ ટળી,

સુરસેના રક્ષક બની હિતકારક સઘળી.

 

આલિંગન આપી રહ્યા ભરતને મળી રામ;

રામ પ્રેમરસ વર્ણવી કેમ શકાય તમામ ?

 

તન મન વચને ઊમટયો સહજ શુદ્ધ અનુરાગ;

ધર્મધુરંધર રઘુવરે કર્યો ધૈર્યનો ત્યાગ.

 

નયનકમળથી જળ વહ્યું; દશા નિહાળી એ

દેવસભા દુઃખી બની વિસ્મિત અતિશય ને.

 

મુનિગણ વસિષ્ઠ જનક સૌ ધર્મધુરંધર ધીર

જ્ઞાનપાવકે અંતરે દોષ રહ્યો ન લગીર;

 

વિધિએ નિર્લેપ જ રચ્યા જેને; જળમાં જે

જગના કમળસમા હતા આસક્તિ રહિત ને.

 

તે પણ રામ-ભરત તણી પેખી પ્રીત અપાર

મગ્ન બન્યા તન મન વચન સહિત વિરાગ વિચાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer