गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Sita bids farewell to her parents and in-laws

 

(चौपाई)

परिजन मातु पितहि मिलि सीता। फिरी प्रानप्रिय प्रेम पुनीता ॥

करि प्रनामु भेंटी सब सासू। प्रीति कहत कबि हियँ न हुलासू ॥ १ ॥

सुनि सिख अभिमत आसिष पाई। रही सीय दुहु प्रीति समाई ॥

रघुपति पटु पालकीं मगाईं। करि प्रबोधु सब मातु चढ़ाई ॥ २ ॥

बार बार हिलि मिलि दुहु भाई। सम सनेहँ जननी पहुँचाई ॥

साजि बाजि गज बाहन नाना। भरत भूप दल कीन्ह पयाना ॥ ३ ॥

हृदयँ रामु सिय लखन समेता। चले जाहिं सब लोग अचेता ॥

बसह बाजि गज पसु हियँ हारें। चले जाहिं परबस मन मारें ॥ ४ ॥

(दोहा)   

गुर गुरतिय पद बंदि प्रभु सीता लखन समेत।

फिरे हरष बिसमय सहित आए परन निकेत ॥ ३२० ॥

 

સીતા સર્વને વિદાય આપે છે

 

(દોહરો) 

પ્રેમપુનિત પતિપ્રિય ફરી સીતા તરત વળી

પરિજન માતપિતા તથા ગુરુજનને ય મળી.

 

મળી સાસુને પ્રેમથી પછી પ્રણામ કરી,

પ્રેમ વર્ણવે કેમ કવિ ઉર ઉલ્લાસ ભરી ?

*

શીખ મનમાની આશિષ પામી, રહી પ્રીતિમાં ઉભય સમાઇ;

ચારુ પાલખી રામે મંગાવી, દેતાં સાંત્વન માત ચઢાવી.

 

એકસરખા સ્નેહે બંને ભાઇ મળ્યા માતાને જાણે ધરાઇ;

અશ્વગજ ને વાહન સજી સારાં ચાલ્યાં ભૂપ ભરતદળ ન્યારાં.

 

રામ લક્ષ્મણ સીતા હૈયે ધારી સર્વે ચાલ્યા દેહાધ્યાસ હારી;

અશ્વ ગજ પશુ હૈયાને હારી બની પરવશ ચાલ્યાં મન મારી.

 

(દોહરો) 

પ્રભુ ગુરુ ગુરુસ્ત્રી પદ નમી સીતા અનુજ સમેત

હર્ષ ખેદ સાથે ફરી પહોંચ્યા પર્ણનિકેત.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer