गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Bharat lives the life of an ascetic

 

(चौपाई)

देह दिनहुँ दिन दूबरि होई। घटइ तेजु बलु मुखछबि सोई ॥

नित नव राम प्रेम पनु पीना। बढ़त धरम दलु मनु न मलीना ॥ १ ॥

जिमि जलु निघटत सरद प्रकासे। बिलसत बेतस बनज बिकासे ॥

सम दम संजम नियम उपासा। नखत भरत हिय बिमल अकासा ॥ २ ॥

ध्रुव बिस्वास अवधि राका सी। स्वामि सुरति सुरबीथि बिकासी ॥

राम पेम बिधु अचल अदोषा। सहित समाज सोह नित चोखा ॥ ३ ॥

भरत रहनि समुझनि करतूती। भगति बिरति गुन बिमल बिभूती ॥

बरनत सकल सुकचि सकुचाहीं। सेस गनेस गिरा गमु नाहीं ॥ ४ ॥

(दोहा)   

नित पूजत प्रभु पाँवरी प्रीति न हृदयँ समाति ॥

मागि मागि आयसु करत राज काज बहु भाँति ॥ ३२५ ॥

 

નંદીગ્રામમાં તપસ્વીનું જીવન વ્યતીત કરતા ભરત

 

પ્રતિદિન દુર્બળ દેહ થયો, ઘટયાં મેદબળ તેમ અહો !

કાંતિ વદનની અક્ષય રહી, રામપ્રીતિ નિત નૂતન વહી.

 

પ્રતિજ્ઞા થઇ તપની પુષ્ટ, અંતર લાગ્યું રહેવા તુષ્ટ;

અંશ ધર્મના વધતા ગયા, પ્રાણ પ્રસન્ન પુનિત વધુ થયા.

 

ઘટે જળ થતાં શરદ પ્રકાશ, શોભે નેતર પદ્મ વિકાસ;

શમદમ સંયમ વ્રત ઉપવાસ નક્ષત્ર ભરત ઉરઆકાશ.

 

અવધિ પુનમ ને ધ્રુવ વિશ્વાસ, રામસ્મરણ નભગંગા ખાસ.

રામપ્રેમવિધુ અચળ અદોષ સોહે સજી મધુરતા કોશ.

 

(દોહરો) 

રહેણીકરણી સમજ ને ભક્તિ તથા વૈરાગ્ય

નિર્મળ ગુણ સૌ ભરતના કહેતાં કવિ બડભાગ

 

પામે છે સંકોચને, વર્ણન કોણ કરે,

શેષ ગણેશ સરસ્વતી બુદ્ધિ વિફળ ઠરે.

 

પૂજે નિત પ્રભુપાદુકા, પ્રીત ઉરે ન સમાય;

આજ્ઞા માગી મેળવી વિવિધ ચલાવે રાજ્ય.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer