गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Significance of Ram's name

 

(चौपाई)

आखर मधुर मनोहर दोऊ । बरन बिलोचन जन जिय जोऊ ॥
सुमिरत सुलभ सुखद सब काहू । लोक लाहु परलोक निबाहू ॥ १ ॥

कहत सुनत सुमिरत सुठि नीके । राम लखन सम प्रिय तुलसी के ॥
बरनत बरन प्रीति बिलगाती । ब्रह्म जीव सम सहज सँघाती ॥ २ ॥

नर नारायन सरिस सुभ्राता । जग पालक बिसेषि जन त्राता ॥
भगति सुतिय कल करन बिभूषन । जग हित हेतु बिमल बिधु पूषन ॥३॥

स्वाद तोष सम सुगति सुधा के । कमठ सेष सम धर बसुधा के ॥
जन मन मंजु कंज मधुकर से । जीह जसोमति हरि हलधर से ॥ ४ ॥
(दोहा)

एकु छत्रु एकु मुकुटमनि सब बरननि पर जोउ
तुलसी रघुबर नाम के बरन बिराजत दोउ ॥ २० ॥

 

રામનામનો મહિમા

 

રામનામના બંને અક્ષર મધુર મનોહર આહલાદક,

વર્ણમાળાનાં લોચન જેવા, ભક્તજનો કેરું જીવન;

 

સુલભ સ્મરણ કરનારા માટે, સુખદ સર્વ કોઇ કાજે,

મોક્ષ ધરે પરલોકે, લાભ અમૂલખ આ લોકે આપે.

 

કહેવા સુણવા ને સ્મરવાથી અક્ષર એ સુખશાંતિ ધરે,

લક્ષ્મણની જેમ જ રામ ઉપર તુલસી પણ અનુરાગ કરે;

 

રામનામના બંને અક્ષર પ્રીતિ જગાવે જુદીજુદી,

સ્વભાવથી સાથે જ રહેતા જીવબ્રહ્મની જેમ મળી.

 

બંને અક્ષર નર-નારાયણ સમાન સુંદર બે ભાઇ,

પાવન રક્ષણ જગનું કરતા, ભક્તજનોનું સૌ કાંઇ;

 

ભક્તિસ્ત્રીનાં કર્ણભૂષણો, સૂર્યચંદ્ર નિર્મળ જગના,

હિત કરનારા સૌનું બંને ભંડાર સનાતન સુખના.

 

મોક્ષરૂપી અમૃતના સ્વાદ તથા તૃપ્તિસમ એ અક્ષર,

પૃથ્વીને ધારણ કરનારા શેષનાગ મંગલ કચ્છપ;

 

ભક્તજનોના હૃદયકમળમાં સોહે છે એ ભ્રમર સમાન,

જિહવારૂપી યશોદા માટે કૃષ્ણ સુખદ બળદેવ મહાન.

 

(દોહરો)        

સર્વે અક્ષર પર રહે રકાર છત્ર બની

મકાર મુકુટમણિ બની કે અનુસ્વાર થઇ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer