गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Lord Shiva tells Parvati the story of Ram's life

 

(चौपाई)

दरस परस मज्जन अरु पाना । हरइ पाप कह बेद पुराना ॥
नदी पुनीत अमित महिमा अति । कहि न सकइ सारद बिमलमति ॥ १ ॥

राम धामदा पुरी सुहावनि । लोक समस्त बिदित अति पावनि ॥
चारि खानि जग जीव अपारा । अवध तजे तनु नहि संसारा ॥ २ ॥

सब बिधि पुरी मनोहर जानी । सकल सिद्धिप्रद मंगल खानी ॥
बिमल कथा कर कीन्ह अरंभा । सुनत नसाहिं काम मद दंभा ॥ ३ ॥

रामचरितमानस एहि नामा । सुनत श्रवन पाइअ बिश्रामा ॥
मन करि विषय अनल बन जरई । होइ सुखी जौ एहिं सर परई ॥ ४ ॥

रामचरितमानस मुनि भावन । बिरचेउ संभु सुहावन पावन ॥
त्रिबिध दोष दुख दारिद दावन । कलि कुचालि कुलि कलुष नसावन ॥५ ॥

रचि महेस निज मानस राखा । पाइ सुसमउ सिवा सन भाषा ॥
तातें रामचरितमानस बर । धरेउ नाम हियँ हेरि हरषि हर ॥ ६ ॥
कहउँ कथा सोइ सुखद सुहाई । सादर सुनहु सुजन मन लाई ॥ ७ ॥
(दोहा)

जस मानस जेहि बिधि भयउ जग प्रचार जेहि हेतु ।
अब सोइ कहउँ प्रसंग सब सुमिरि उमा बृषकेतु ॥ ३५ ॥
 

શિવજી પાર્વતીને રામચરિતમાનસની કથા સંભળાવે છે

 

દર્શન સ્પર્શ સ્નાન ને પાન હરે પાપને કહે પુરાણ,

નદી પુનિત મહિમાવાળી, બુદ્ધિ શારદાની હારી,

સાધારણ મતિ તો મારી, કેમ કરે વર્ણન વાણી.

 

અયોધ્યાપુરી પુનિત પ્રસિદ્ધ વસે દેવ મુનિ માનવ સિદ્ધ,

પરમધામને કરે પ્રદાન, એમાં જે ત્યાગે છે પ્રાણ

મુક્ત બને તે સર્વપ્રકાર, કરી શકે ના કાંઇ કાળ.

 

મંગલ સિદ્ધિપ્રદાયક જાણી, સર્વપ્રકાર મનોહર માની,

વિમળ કથા આરંભ કરું શ્રોતાના મદ દં હરું,

                       કામ ક્રોધ અજ્ઞાન હણ્યું.

 

રામચરિતમાનસ છે નામ, સાંભળતાં જ મળે વિશ્રામ;

મદોન્મત હાથી મનનો વિષયાગ્નિમાં જલી રહ્યો

 

રામચરિતમાનસના જો પડે સરોવરમાં તે તો

શાંતિ મેળવે, સુખી બને, વિષયોના અનલે ન જલે.

 

રામચરિતમાનસ મુનિભાવન રચ્યું શિવે સુંદર અતિપાવન;

ત્રિવિધ તાપ દુઃખદોષનસાવન, દુરાચાર દુર્દૈન્યવિદારણ;

                            કથા કરીને કરું મતિ પાવન.

 

શિવે રચીને મનમાં રાખ્યું, સુયોગ્ય સમયે શિવાને ભાખ્યું,

એથી રામચરિતમાનસનું નામ શંકરે હરખી રાખ્યું.

બની ગયા બડભાગ ભક્તજન ફળ એ સ્વાદુ જેમણે ચાખ્યું.

*

(દોહરો)        

રામચરિતમાનસ થયું જે રીતે જમાં

શિવા સ્મરી શિવને કહું તે પ્રસંગ શરૂમાં.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer