गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Poetic analogy of Ramcharitamans

 

(चौपाई)

जौं करि कष्ट जाइ पुनि कोई । जातहिं नींद जुड़ाई होई ॥
जड़ता जाड़ बिषम उर लागा । गएहुँ न मज्जन पाव अभागा ॥ १ ॥

करि न जाइ सर मज्जन पाना । फिरि आवइ समेत अभिमाना ॥
जौं बहोरि कोउ पूछन आवा । सर निंदा करि ताहि बुझावा ॥ २ ॥

सकल बिघ्न ब्यापहि नहिं तेही । राम सुकृपाँ बिलोकहिं जेही
सोइ सादर सर मज्जनु करई । महा घोर त्रयताप न जरई ॥ ३ ॥

ते नर यह सर तजहिं न काऊ । जिन्ह के राम चरन भल भाऊ ॥
जो नहाइ चह एहिं सर भाई । सो सतसंग करउ मन लाई ॥ ४ ॥

अस मानस मानस चख चाही । भइ कबि बुद्धि बिमल अवगाही ॥
भयउ हृदयँ आनंद उछाहू । उमगेउ प्रेम प्रमोद प्रबाहू ॥ ५ ॥

चली सुभग कबिता सरिता सो । राम बिमल जस जल भरिता सो ॥
सरजू नाम सुमंगल मूला । लोक बेद मत मंजुल कूला ॥ ६ ॥
नदी पुनीत सुमानस नंदिनि । कलिमल तृन तरु मूल निकंदिनि ॥ ७ ॥
(दोहा)

श्रोता त्रिबिध समाज पुर ग्राम नगर दुहुँ कूल ।
संतसभा अनुपम अवध सकल सुमंगल मूल ॥ ३९ ॥

 

રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન

 

કષ્ટ સહી ત્યાં પહોંચી જાય, શિકાર શરદીકેરો થાય,

નિદ્રારૂપી આવે તાવ, મળે મૂર્ખતાનો શિરપાવ.

 

જડતા ઉરની બુદ્ધિ હરે, અભાગિયો ના સ્નાન કરે,

માનસ સરની પાસ પહોંચી પાછો ખાલી હાથ ફરે.

 

સરોવરમાં ના સ્નાન કરે, પ્રેમે ના જલપાન કરે,

અહંકારમાં અટવાઇ ના દાન કરે ના ધ્યાન ધરે;

 

સમાચાર કોઇ પૂછે તો નિંદા કરે સરોવરની

જેમ તેમ કહેતાં સમજાવે, ભાગ્યતણી ન કહે કથની.

 

કૃપાદૃષ્ટિથી જુએ રામ તો વિઘ્નો કોઇ નડે નહીં,

સાદર સરમાં સ્નાન કરાયે ત્રિતાપ લેશ શકે ન દહી.

 

રામચરણમાં ઉત્તમ ભાવ, તે તો માની અમૂલખ લ્હાવ,

સરવરને ના તજે કદી, નિમજ્જન કરે ઘડીઘડી.

કરવા ચાહે સરવરસ્નાન, સત્સંગ કરે તે મતિમાન.

 

અંતરનાં નેત્રોથી ભાળી, માનસસરમાં અવગાહી,

કવિની બુદ્ધિ બની વિમળ ને હર્ષ વધ્યો અંતરમાંહી;

પ્રેમાનંદ પ્રવાહ પ્રગટતાં કૃતાર્થ લાગ્યું સૌ કાંઇ.

 

ચાલી કવિતાસરિતા એથી ભરી રામયશનું પાણી,

સરયૂ નામ એ સરિતાનું, કરે અમંગલની હાનિ.

 

માંગલ્યતણું મૂળ એ ખરે, એના બે સુંદર તટ છે,

લોકમત તથા વેદમત તણા, એ બંનેની મધ્ય વહે.

 

માનસસરની સુપુત્રી સમી સરિતા એ શુચિ દિવ્ય ખરે,

ઘાસ વૃક્ષશાં કલિ-કિલ્મિષનો નાશ મૂળની સાથ કરે.

 

(દોહરો)        

નગર ગ્રામ પુર એ ત્રણે સરિતાના તટ પર

સમાજ શ્રોતાનો કહ્યો, સંતો ને મુનિવર

 

સભા મૂળ માંગલ્યનું દીસે છે એમાં

અવધપુરી એ અનુપમા તીર્થ વસે જેમાં.

     

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer