गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Poetic analogy of Ramcharitamans

 

(चौपाई)

आरति बिनय दीनता मोरी । लघुता ललित सुबारि न थोरी ॥
अदभुत सलिल सुनत गुनकारी । आस पिआस मनोमल हारी ॥ १ ॥

राम सुप्रेमहि पोषत पानी । हरत सकल कलि कलुष गलानौ ॥
भव श्रम सोषक तोषक तोषा । समन दुरित दुख दारिद दोषा ॥ २ ॥

काम कोह मद मोह नसावन । बिमल बिबेक बिराग बढ़ावन ॥
सादर मज्जन पान किए तें । मिटहिं पाप परिताप हिए तें ॥ ३ ॥

जिन्ह एहि बारि न मानस धोए । ते कायर कलिकाल बिगोए ॥
तृषित निरखि रबि कर भव बारी । फिरिहहि मृग जिमि जीव दुखारी ॥४॥
(दोहा)

मति अनुहारि सुबारि गुन गनि मन अन्हवाइ ।
सुमिरि भवानी संकरहि कह कबि कथा सुहाइ ॥ ४३(क) ॥
अब रघुपति पद पंकरुह हियँ धरि पाइ प्रसाद ।
कहउँ जुगल मुनिबर्ज कर मिलन सुभग संबाद ॥ ४३(ख)

 

રામચરિતમાનસની કથાનું રૂપક વર્ણન

 

(દોહરો)        

સરિતાના જળની કહો નિત્ય મધુરતા એ.

આર્તભાવ ને દીનતા વિનય મહારો જે

ઉત્તમ પાણીની નથી લઘુતા થોડી તે.

 

અદભુત ગુણકારી બધા મનના મેલ હરે,

તૃષા હરે આશાતણાં બંધન દૂર કરે,

શ્રવણમાત્રથી સુખ ધરે રામચરિતજળ એ.

*

રામપ્રેમને પુષ્ટિ ધરે, કલિનાં કિલ્મિષ ગ્લાનિ હરે,

જીવનનો શ્રમ શાંત કરે, દુઃખ દોષ દારિદ્રય હણે,

                          શાશ્વત સુખ સંતોષ ધરે.

 

કામ ક્રોધ મોહને મારે, વિમળ વિવેક વૈરાગ્ય વધારે;

સાદર સ્નાનપાન કરવાથી પાપતાપ સઘળાય શમાવે.

 

કથાજળે ના અંતર ધોયું, નિર્મળ મનમુકુરે ના જોયું,

કલિકાળથકી ઠગાઇ ગયા, એ સૌએ જીવનને ખોયું.

 

કાયર એ સૌ જીવ જાણવા, આત્મપ્રવંચક સમ પ્રમાણવા;

સૂર્યકિરણનાં મૃગજળ જોઇ દોડે મૃગલાં મતિને ખોઇ

 

દુઃખી થઇને વ્યર્થ મરે, ભવાટવીમાં એમ ફરે

મિથ્યાને સાચું માની, અજ્ઞ જીવ બેહાલ બને.

                     સુખ કે શાંતિ ન લેશ મળે.

 

(દોહરો)        

સુંદર જલગુણનો કરી મતિ અનુસાર વિચાર,

મનને સ્નાન કરાવતાં એમાં સા સવાર,

 

કથા કહું શ્રીરામની સ્મરતાં શંકરને

માત ભવાનીને વળી, સુખ ધરવા મનને.

 

રઘુવરચરણકમળ હવે અંતરમાં ધારી,

મુનિવરના સંવાદને કહું કૃપા પામી.

     

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer