गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Sage Bhardwaj expresses his doubt

 

(चौपाई)

अस बिचारि प्रगटउँ निज मोहू । हरहु नाथ करि जन पर छोहू
रास नाम कर अमित प्रभावा । संत पुरान उपनिषद गावा ॥ १ ॥

संतत जपत संभु अबिनासी । सिव भगवान ग्यान गुन रासी ॥
आकर चारि जीव जग अहहीं । कासीं मरत परम पद लहहीं ॥ २ ॥

सोपि राम महिमा मुनिराया । सिव उपदेसु करत करि दाया ॥
रामु कवन प्रभु पूछउँ तोही । कहिअ बुझाइ कृपानिधि मोही ॥ ३ ॥

एक राम अवधेस कुमारा । तिन्ह कर चरित बिदित संसारा ॥
नारि बिरहँ दुखु लहेउ अपारा । भयहु रोषु रन रावनु मारा ॥ ४ ॥
(दोहा)

प्रभु सोइ राम कि अपर कोउ जाहि जपत त्रिपुरारि ।
सत्यधाम सर्बग्य तुम्ह कहहु बिबेकु बिचारि ॥ ४६ ॥

 

ભરદ્વાદ મુનિ પોતાની શંકા રજૂ કરે છે

 

(દોહરો)        

મારું એમ વિચારતાં અજ્ઞાન કરું વ્યક્ત,

સંશય સર્વ સમાવજો જાણીને નિજ ભક્ત.

 

રામનામનો અદભુત અવર્ણનીય પ્રભાવ

સંત પુરાણ ઉપનિષદો ગાયે સહજ સ્વભાવ.

 

અવિનાશી શંકર જપે સતત નામને એ

શિવ ભગવાન જ્ઞાન ને ગુણના સાગરયે.

 

જીવસમૂહ ચતુર્વિધ જગતમાં કહેવાય,

કાશીમાં તે પણ મરી જાય પરમપદ માંહ્ય.

 

મુનિવર, એ પણ રામનો સાચે પુનિત પ્રભાવ,

શિવ કૃપા કરી રામનું ઉપદેશે છે નામ.

 

રામ કોણ છે એ કહો મને કૃપાનિધિ હે,

સંશય મારો અનુગ્રહે શાંત કરો મુનિ, એ.

 

રામ એક દશરથતણા કહેવાય છે પુત્ર,

ચરિત જગમાં જેમનું સહેજે નથી ગુપ્ત.

 

પત્નીવિરહે જેમણે સંકટ સહ્યું અનંત,

ક્રોધાતુર બનતાં કર્યો યુદ્ધે રાવણ અંત.

 

એ જ રામ કે અન્ય છે જેને શંભુ જપે,

સત્યનિષ્ઠ સર્વજ્ઞ એ કહો સપ્રેમ મને.

     

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer