गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Uma performs penance for Shiva

 

(चौपाई)

उर धरि उमा प्रानपति चरना । जाइ बिपिन लागीं तपु करना ॥
अति सुकुमार न तनु तप जोगू । पति पद सुमिरि तजेउ सबु भोगू ॥१ ॥

नित नव चरन उपज अनुरागा । बिसरी देह तपहिं मनु लागा ॥
संबत सहस मूल फल खाए । सागु खाइ सत बरष गवाँए ॥ २ ॥

कछु दिन भोजनु बारि बतासा । किए कठिन कछु दिन उपबासा ॥
बेल पाती महि परइ सुखाई । तीनि सहस संबत सोई खाई ॥ ३ ॥

पुनि परिहरे सुखानेउ परना । उमहि नाम तब भयउ अपरना ॥
देखि उमहि तप खीन सरीरा । ब्रह्मगिरा भै गगन गभीरा ॥ ४ ॥

(दोहा)

भयउ मनोरथ सुफल तव सुनु गिरिजाकुमारि ।
परिहरु दुसह कलेस सब अब मिलिहहिं त्रिपुरारि ॥ ७४ ॥

 

શિવને પ્રસન્ન કરવા ઉમા તપસ્યા કરે છે

 

(દોહરો)        

પ્રાણ પતિતણાં ચરણને અંતરમાં ધારી

ઉમા જઇ વનમાં રહી તપને આરંભી.

 

અતિસુકુમાર શરીર ના તપને યોગ્ય હતું;

સ્મરતાં પતિપદ ભોગથી વાળ્યું ચિત્ત બધું.

 

નિતનૂતન ચરણોમહીં પ્રગટયો શુચિ અનુરાગ,

દેહભાવને ભૂલતાં પ્રાણ તપ્યો બડભાગ.

 

સહસ્ત્ર વર્ષ સુધી શતત ફળ ને કંદ લઇ

શત વર્ષ સુધી શાકને ખાધું તીવ્ર તપી.

 

કેટલાક દિવસો સુધી વારિ વાયુ આહાર

કર્યા કેટલા દિન સુધી ઉપવાસ અતિ કરાળ.

 

ત્રણ સહસ્ત્ર વરસો સુધી પર્ણ વલ્લરી તેમ

પડેલ પૃથ્વી પર ગ્રહ્યાં સૂકાં નીરસ જેમ.

 

સૂકાં પર્ણ તજ્યા પછી પડયું અપર્ણા નામ,

તીવ્ર તપસ્યા આદરી છોડીને વિશ્રામ.

 

તપથી ક્ષીણ થઇ ગયું એમ સમસ્ત શરીર,

ત્યારે બ્રહ્મગિરા થઇ ગગનમહીં ગંભીર.

 

મનોરથ ફળ્યા સર્વ તુજ ગિરિરાજકુમારી,

તજ અસહ્ય ક્લેશો બધા, મળશે ત્રિપુરારી.

        

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer