गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Uma demonstrates immense faith

 

(चौपाई)

अजहूँ मानहु कहा हमारा । हम तुम्ह कहुँ बरु नीक बिचारा ॥
अति सुंदर सुचि सुखद सुसीला । गावहिं बेद जासु जस लीला ॥ १ ॥

दूषन रहित सकल गुन रासी । श्रीपति पुर बैकुंठ निवासी
अस बरु तुम्हहि मिलाउब आनी । सुनत बिहसि कह बचन भवानी ॥२ ॥

सत्य कहेहु गिरिभव तनु एहा । हठ न छूट छूटै बरु देहा ॥
कनकउ पुनि पषान तें होई । जारेहुँ सहजु न परिहर सोई ॥ ३ ॥

नारद बचन न मैं परिहरऊँ । बसउ भवनु उजरउ नहिं डरऊँ ॥
गुर कें बचन प्रतीति न जेही । सपनेहुँ सुगम न सुख सिधि तेही ॥ ४ ॥
(दोहा)

महादेव अवगुन भवन बिष्नु सकल गुन धाम ।
जेहि कर मनु रम जाहि सन तेहि तेही सन काम ॥ ८०

 

ઉમા પોતાનો વિશ્વાસ દોહરાવે છે

 

હજી માનો કહેલું અમારું, પાત્ર ઉત્તમ વરનું વિચાર્યું,

શુચિ સુંદર સુખદ સુશીલ યશ વેદો જેના ગાય દિવ્ય.

 

દોષરહિત સકળ ગુણધામ લક્ષ્મીસ્વામી વૈકુંઠ નિવાસ

એવો મેળવીએ અમે વર, વરી જીવન કૃતકૃત્ય કર.

 

હસી બોલ્યા ભવાની વચન, તમે સત્ય વદ્યા મુનિજન,

જન્મ્યું પર્વતથી તન મારું છૂટે તોય આગ્રહ નવ ટાળું.

 

જન્મે કનક પાષાણથી તેને તપવે પાવકજ્વાળામાં કેમે,

તોય સહજ સ્વભાવ ના ત્યાગે, મારું મનડું મઢ્યું એવું રાગે.

 

નહીં નારદવચનોને છોડું, ચિત્ત અન્યની સાથે ના જોડું;

વસે ઘર કે વેરાન છો થાય સ્વપ્ને ડરતી નથી હું જરાય.

 

(દોહરો)        

ગુરુવચનોમાં છે નહીં જેને દૃઢ વિશ્વાસ

તેને સુખસિદ્ધિતણી સ્વપ્ને પણ ના આશ.

 

મહાદેવ અવગુણભવન, વિષ્ણુ સકળ સુખધામ;

જેનું મન જેમાં રમે તેને તેથી કામ.

        

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer