गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Kamdev agrees to break Shiva's samadhi

 

(चौपाई)

तदपि करब मैं काजु तुम्हारा । श्रुति कह परम धरम उपकारा ॥
पर हित लागि तजइ जो देही । संतत संत प्रसंसहिं तेही ॥ १ ॥

अस कहि चलेउ सबहि सिरु नाई । सुमन धनुष कर सहित सहाई ॥
चलत मार अस हृदयँ बिचारा । सिव बिरोध ध्रुव मरनु हमारा ॥ २ ॥

तब आपन प्रभाउ बिस्तारा । निज बस कीन्ह सकल संसारा
कोपेउ जबहि बारिचरकेतू । छन महुँ मिटे सकल श्रुति सेतू ॥ ३ ॥

ब्रह्मचर्ज ब्रत संजम नाना । धीरज धरम ग्यान बिग्याना ॥
सदाचार जप जोग बिरागा । सभय बिबेक कटकु सब भागा ॥ ४ ॥
(
छंद)

भागेउ बिबेक सहाय सहित सो सुभट संजुग महि मुरे ।
सदग्रंथ पर्बत कंदरन्हि महुँ जाइ तेहि अवसर दुरे ॥
होनिहार का करतार को रखवार जग खरभरु परा ।
दुइ माथ केहि रतिनाथ जेहि कहुँ कोपि कर धनु सरु धरा ॥
(दोहा)

जे सजीव जग अचर चर नारि पुरुष अस नाम ।
ते निज निज मरजाद तजि भए सकल बस काम ॥ ८४

 

શિવજીની સમાધિ તોડવા કામદેવ સંમત

 

(દોહરો)        

તોપણ કાર્ય કરીશ હું; શ્રુતિએ એમ કહ્યું

બીજાના ઉપકારમાં ધર્મરહસ્ય રહ્યું.

 

પરહિત માટે જે તજે ગૌણ ગણીને દેહ

તેને સંત પ્રશંસતા સદા કરીને નેહ.

*

એવું બોલી ચાલ્યો શિર ઢાળી કરમાં સુમન ધનુષ્યને ધારી

સાથી સાથે કરીને વિચાર ગ્રસશે શિવના વિરોધથી કાળ.

 

કરી શીઘ્ર પ્રભાવ વિસ્તાર કર્યો વશ સકળ સંસાર;

કર્યો કામદેવે જ્યારે કોપ ક્ષણમાં સકળ શ્રુતિનો થયો લોપ.

 

બ્રહ્મચર્ય વ્રત સંયમ ધર્મ ધૈર્ય જ્ઞાનવિજ્ઞાનનો મર્મ

જપ યોગ વિરાગ આચાર નાઠું વિવેકકટક સૌ લાચાર.

 

(છંદ)

ભાગ્યો વિવેક સુહૃદ સહિત સુભટે બતાવી પીઠ ને

સદગ્રંથ પર્વતકંદરામાં ગયા દૂર સમસ્ત એ;

સંક્ષોભ સર્જનમાં થયો, રક્ષક ન કોઇયે રહ્યું,

રતિનાથ કોના પર કુપિત છે, ડરીને સૌએ કહ્યું.

 

(દોહરો)        

જીવ ચરાચર જગતના પુરુષ તથા સ્ત્રીનામ

મર્યાદા મૂકી બન્યાં રક્ત અનુભવી કામ.

        

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer