गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Kamdev remains unsuccessful in breaking Shiva's samadhi

 

(चौपाई)

उभय घरी अस कौतुक भयऊ । जौ लगि कामु संभु पहिं गयऊ ॥
सिवहि बिलोकि ससंकेउ मारू । भयउ जथाथिति सबु संसारू ॥ १ ॥

भए तुरत सब जीव सुखारे । जिमि मद उतरि गएँ मतवारे ॥
रुद्रहि देखि मदन भय माना । दुराधरष दुर्गम भगवाना ॥ २ ॥

फिरत लाज कछु करि नहिं जाई । मरनु ठानि मन रचेसि उपाई ॥
प्रगटेसि तुरत रुचिर रितुराजा । कुसुमित नव तरु राजि बिराजा ॥ ३ ॥

बन उपबन बापिका तड़ागा । परम सुभग सब दिसा बिभागा ॥
जहँ तहँ जनु उमगत अनुरागा । देखि मुएहुँ मन मनसिज जागा ॥ ४ ॥
(
छंद)

जागइ मनोभव मुएहुँ मन बन सुभगता न परै कही
सीतल सुगंध सुमंद मारुत मदन अनल सखा सही ॥
बिकसे सरन्हि बहु कंज गुंजत पुंज मंजुल मधुकरा ।
कलहंस पिक सुक सरस रव करि गान नाचहिं अपछरा ॥
(दोहा)

सकल कला करि कोटि बिधि हारेउ सेन समेत ।
चली न अचल समाधि सिव कोपेउ हृदयनिकेत ॥ ८६

 

શિવની સમાધિ તોડવામાં કામદેવ અસફળ

 

(દોહરો)        

શિવની પાસે જ્યાં સુધી પહોંચ્યો મદભર કામ

ત્યાં સુધી થયું કૌતુક જડચેતનમાં આમ.

 

શિવને દેખી કામ એ શંકાયુક્ત થયો

ત્યારે પ્રથમ સમાનશો સ્થિર સંસાર બન્યો.

*

સુખી જીવ સૌ તરત બન્યાં મદ ઊતર્યે જન મત્તસમા;

દુરાઘર્ષ દુર્ગમ ભગવાન દેખી ડર્યો મદનનો પ્રાણ.

 

લજ્જા પાછા ફરતાં થાય, અશુભ કશું નવ કરી શકાય;

નિરધાર કર્યો મરવાકાજ, પ્રગટયો તરત રુચિર ઋતુરાજ.

સજ્યો દ્રુમે સુમનોનો સાજ.

 

વન ઉપવન વાપિકા તડાગ થયા સરસ સહુ દિશા વિભાગ;

જ્યાં ત્યાં ઊમટી પ્રેમ રહ્યો, મનસિજ મૃત મનમાંય થયો.

 

(છંદ)

જાગ્યો મનોજ મરેલ મનમાં, સુભગતા વનની વધી,

શીતળ સુગંધ પવન વહ્યો ત્યાં મદન અનલસખા બની;

વિકસ્યાં સરોવરમાં કમળ, ગૂંજન કરી ભમરા રહ્યા,

કલહંસ પિક શુક સરસ બોલે, ગાય નાચે અપ્સરા.

 

(દોહરો)        

કોટિ કળા કરતાં ગયો હારી સૈન્ય સમેત,

શિવની સમાધિ ના ટાળી, કોપ્યો હૃદયનિકેત.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer