गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Himalaya prepares for Uma's marriage

 

(चौपाई)

सबु प्रसंगु गिरिपतिहि सुनावा । मदन दहन सुनि अति दुखु पावा ॥
बहुरि कहेउ रति कर बरदाना । सुनि हिमवंत बहुत सुखु माना ॥ १ ॥

हृदयँ बिचारि संभु प्रभुताई । सादर मुनिबर लिए बोलाई ॥
सुदिनु सुनखतु सुघरी सोचाई । बेगि बेदबिधि लगन धराई ॥ २ ॥

पत्री सप्तरिषिन्ह सोइ दीन्ही । गहि पद बिनय हिमाचल कीन्ही ॥
जाइ बिधिहि दीन्हि सो पाती । बाचत प्रीति न हृदयँ समाती ॥ ३ ॥

लगन बाचि अज सबहि सुनाई । हरषे मुनि सब सुर समुदाई ॥
सुमन बृष्टि नभ बाजन बाजे । मंगल कलस दसहुँ दिसि साजे ॥ ४ ॥
(दोहा)

लगे सँवारन सकल सुर बाहन बिबिध बिमान ।
होहि सगुन मंगल सुभद करहिं अपछरा गान ॥ ९१ ॥

 

હિમાલય ઉમાના વિવાહની તૈયારી કરે છે

 

(દોહરો)        

હિમગિરિને અતિપ્રેમથી પ્રસંગ પૂર્ણ કહ્યો,

મદન દહન સુણતાં પરમ પીડિત પ્રાણ થયો.

 

મુનિએ રતિ વરદાનની કહી પછીથી વાત,

હિમાલયે સુખ અનુભવ્યું કૃતાર્થ સમજી જાત.

*

શંભુ પ્રભુતાને મનમાં વિચારી મુનિને સાદર સહુ સત્કારી

દિન નક્ષત્ર શુભ ઘડી શોધી લગ્ન નક્કી કરાવ્યું જોઇ.

 

લગ્નપત્રિકા ઋષિઓને આપી, કરી અરજ પદે શિર રાખી;

આપી ઋષિએ એ પત્રિકા વિધિને, પ્રેમ પ્રગટયો સમાયો ના હૃદયે.

 

(દોહરો)        

પત્રિકા સુણી દેવતા હર્ષિત સર્વ બન્યા;

વરસ્યાં પુષ્પો નભથકી, વાગ્યાં વાદ્ય ઘણાં.

 

દસે દિશામાં કળશને સજતાં દેવ બધા

વિવિધ વાહનોને લઇ આવ્યા તરત; ઘણાં

 

વિમાન શણગાર્યાં સરસ; મંગલ શકુન થયાં;

ગાન અપ્સરાનાં સુણી મુગ્ધ બધાય બન્યા.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer