गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Procession reaches the kingdom of Himalaya

 

(चौपाई)

जस दूलहु तसि बनी बराता । कौतुक बिबिध होहिं मग जाता ॥
इहाँ हिमाचल रचेउ बिताना । अति बिचित्र नहिं जाइ बखाना ॥ १ ॥

सैल सकल जहँ लगि जग माहीं । लघु बिसाल नहिं बरनि सिराहीं ॥
बन सागर सब नदीं तलावा । हिमगिरि सब कहुँ नेवत पठावा ॥ २ ॥

कामरूप सुंदर तन धारी । सहित समाज सहित बर नारी ॥
गए सकल तुहिनाचल गेहा । गावहिं मंगल सहित सनेहा ॥ ३ ॥

प्रथमहिं गिरि बहु गृह सँवराए । जथाजोगु तहँ तहँ सब छाए ॥
पुर सोभा अवलोकि सुहाई । लागइ लघु बिरंचि निपुनाई ॥ ४ ॥
(
छंद)

लघु लाग बिधि की निपुनता अवलोकि पुर सोभा सही ।
बन बाग कूप तड़ाग सरिता सुभग सब सक को कही ॥
मंगल बिपुल तोरन पताका केतु गृह गृह सोहहीं
बनिता पुरुष सुंदर चतुर छबि देखि मुनि मन मोहहीं ॥
(दोहा)

जगदंबा जहँ अवतरी सो पुरु बरनि कि जाइ ।
रिद्धि सिद्धि संपत्ति सुख नित नूतन अधिकाइ ॥ ९४

 

જાન હિમાલયના નગરમાં પહોંચે છે

 

જેવા વર તેવી બની જાન, થયાં કૌતુક માર્ગે અજાણ;

અતિ અદભુત મંડપ બનાવ્યો હિમગિરીએ શે જાય વખાણ્યો ?

 

શૈલ સકળ નાનામોટા જગના જેનું વર્ણન થાય ના ક્ષણમાં,

વન સાગર સરિતા તળાવ સૌને આમંત્ર્યા સમજી સમાન.

 

કામરૂપ સુંદર તન ધારી ચારુ સ્વજન સહિત નરનારી

પહોંચ્યાં તરત હિમાલયગેહ ગાતાં મંગલ ગીત સસ્નેહ.

 

ગિરિએ ગૃહને તૈયાર કરાવ્યાં, ઊતરી અતિથિએ સહુને સજાવ્યાં;

શોભા પુરની કેવી હતી ભારી, દીસે તુચ્છ બ્રહ્મા ચતુરાઇ.

 

(છંદ)

વિધિની નિપુણતા તુચ્છ લાગી નગરશોભા દેખતાં,

વન બાગ કૂપ તડાગ સરિતા સુભગ સઘળાં પેખતાં;

તોરણ વિપુલ મંગલ પતાકા કેતુ પ્રતિગૃહ સોહતાં,

વનિતા પુરુષ સુંદર ચતુર મુનિનાં મનો પણ મોહતાં.

 

(દોહરો)        

જગદંબા જન્મેલ તે પુરવર્ણન શે થાય,

રિદ્ધિસિદ્ધિ સંપત્તિ સુખ ત્યાં નિત વધતાં જાય.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer