गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Mention of Shri Ram makes Shiva elated

 

(चौपाई)

पुनि प्रभु कहहु सो तत्व बखानी । जेहिं बिग्यान मगन मुनि ग्यानी ॥
भगति ग्यान बिग्यान बिरागा । पुनि सब बरनहु सहित बिभागा ॥ १ ॥

औरउ राम रहस्य अनेका । कहहु नाथ अति बिमल बिबेका ॥
जो प्रभु मैं पूछा नहि होई । सोउ दयाल राखहु जनि गोई ॥ २ ॥

तुम्ह त्रिभुवन गुर बेद बखाना । आन जीव पाँवर का जाना ॥
प्रस्न उमा कै सहज सुहाई । छल बिहीन सुनि सिव मन भाई ॥ ३ ॥

हर हियँ रामचरित सब आए । प्रेम पुलक लोचन जल छाए ॥
श्रीरघुनाथ रूप उर आवा । परमानंद अमित सुख पावा ॥ ४ ॥
(दोहा)

मगन ध्यानरस दंड जुग पुनि मन बाहेर कीन्ह ।
रघुपति चरित महेस तब हरषित बरनै लीन्ह ॥ १११ ॥
 

શ્રીરામનું નામ સાંભળતા શિવજી ભાવવિભોર બની જાય છે

 

તત્વ કહો તે પરમ વખાણી જેમાં મગ્ન રહે મુનિ જ્ઞાની.

ભક્તિ જ્ઞાન વિજ્ઞાન વિરાગ સર્વ વર્ણવો સહિત વિભાગ.

 

બીજાં પણ હો રહસ્ય જે કહો નાથ જ્ઞાની સૌ તે;

જિજ્ઞાસા જે હોય કરી સમજાવો તે મને ફરી.

 

ત્રિભુવનના ગુરુ વેદ કહે, પામર ક્યાંથી મર્મ લહે;

સહજ પ્રશ્નથી ઉમાતણા પ્રસન્ન શંકર થયા ઘણા.

 

રામચરિતનું સ્મરણ થયું, લોચન નીર છવાઇ ગયું,

રોમાંચ થયાં તરત તને, જીવન બની કૃતાર્થ રહ્યું.

રામસ્વરૂપ હૃદય આવ્યું, સુખ અનુપમ સાથે લાવ્યું.

                   *

(દોહરો)        

ધ્યાનમગ્ન શંકર બન્યા ઘડી બે ઘડી ત્યાં,

પ્રસન્નતાપૂર્વક વદ્યા આવી જાગૃતિમાં.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer