गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Lord grants Manu his wish

 

(चौपाई)

देखि प्रीति सुनि बचन अमोले । एवमस्तु करुनानिधि बोले
आपु सरिस खोजौं कहँ जाई । नृप तव तनय होब मैं आई ॥ १ ॥
सतरूपहि बिलोकि कर जोरें । देबि मागु बरु जो रुचि तोरे ॥
जो बरु नाथ चतुर नृप मागा । सोइ कृपाल मोहि अति प्रिय लागा ॥२ ॥
प्रभु परंतु सुठि होति ढिठाई । जदपि भगत हित तुम्हहि सोहाई
तुम्ह ब्रह्मादि जनक जग स्वामी । ब्रह्म सकल उर अंतरजामी ॥ ३ ॥
अस समुझत मन संसय होई । कहा जो प्रभु प्रवान पुनि सोई ॥
जे निज भगत नाथ तव अहहीं । जो सुख पावहिं जो गति लहहीं ॥ ४ ॥
(दोहा)

सोइ सुख सोइ गति सोइ भगति सोइ निज चरन सनेहु
सोइ बिबेक सोइ रहनि प्रभु हमहि कृपा करि देहु ॥ १५० ॥

 

શ્રીહરિ મનુની ઇચ્છા પુરી કરવાનું વચન આપે છે

 

(દોહરો)        

કરુણાનિધિ પ્રભુએ તરત તથાસ્તુ એમ કહ્યું,

લોચનમાંથી નેહનું નિર્જર દિવ્ય વહ્યું,

 

મારા સમાન પુત્ર ક્યાં મળશે મહીમહીં,

ઇચ્છા પૂર્ણ કરીશ હું સ્વયં સુપુત્ર થઇ.

 

રૂપાએ પણ કહ્યું એ જ દિવ્ય વરદાન

પ્રસન્નતાપૂર્વક મને પણ આપો જગપ્રાણ !

 

વરદાન મને તે ગમે જ્ઞાની રાજા જેમ,

ધ્યાનમાં ન લો ધૃષ્ટતા લાગે તોય સપ્રેમ.

 

જગસ્વામી બ્રહ્માદિના જનક જગતકલ્યાણ,

તમારાં વચનને અમે માન્યાં પૂર્ણ પ્રમાણ.

 

એકનિષ્ઠ ભક્તો બધા ગતિસુખ પામે જે

સુખ તે સદગતિ, ભક્તિ ને સ્નેહ તમારો તે

 

સન્મતિ ને વ્યવહાર તે આપો અમને પણ,

અનુગ્રહ વરસાવો સદા સૌના જીવનધન.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer