गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Brahmins curse makes Pratapbhanu reborn as Ravana

 

(चौपाई)

काल पाइ मुनि सुनु सोइ राजा । भयउ निसाचर सहित समाजा ॥
दस सिर ताहि बीस भुजदंडा । रावन नाम बीर बरिबंडा ॥ १ ॥
भूप अनुज अरिमर्दन नामा । भयउ सो कुंभकरन बलधामा ॥
सचिव जो रहा धरमरुचि जासू । भयउ बिमात्र बंधु लघु तासू ॥ २ ॥
नाम बिभीषन जेहि जग जाना । बिष्नुभगत बिग्यान निधाना
रहे जे सुत सेवक नृप केरे । भए निसाचर घोर घनेरे ॥ ३ ॥
कामरूप खल जिनस अनेका । कुटिल भयंकर बिगत बिबेका ॥
कृपा रहित हिंसक सब पापी । बरनि न जाहिं बिस्व परितापी ॥ ४ ॥
(दोहा)

उपजे जदपि पुलस्त्यकुल पावन अमल अनूप ।
तदपि महीसुर श्राप बस भए सकल अघरूप ॥ १७६ ॥
 

બ્રાહ્મણોના શાપથી પ્રતાપભાનુ રાવણ તરીકે જન્મે છે

 

(દોહરો)        

વિપરિત વિધાતા થતાં પિતા યમસમા થાય,

ધૂળ સુમેરુ, રજ્જુયે સર્પ ને બની જાય.

 

પૂર્વજન્મમાં રાજવી પ્રતાપભાનુ મહાન

જન્મ્યો રાવણ નામથી કર્મે અસુર સમાન.

 

નૃપનો નાનો બંધુ જે અરિમર્દન નામે

કુંભકર્ણ બળવાન તે બન્યો નવા ઠામે.

 

મંત્રી એનો ધર્મરુચિ વિભીષણ થયો તે,

વિષ્ણુભક્ત વિજ્ઞાનનો ભંડાર હતો એ.

 

નૃપના પુત્રો સેવકો થયા રાક્ષસો તે,

કામરૂપ ખલ એમનું વર્ણન કોણ કરે ?

 

નિર્દય અવિવેકી બલી દુષ્ટ હતા સઘળા,

પાપપરાયણ દુઃખપ્રદ ઘોર મલિન મનના

 

પુલસ્ત્ય ઋષિના શુચિકુળે એ સર્વે પ્રગટયા

તોપણ પામી શાપને અઘભંડાર બન્યા.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer