गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Ravana and Meghanada wins, establishes supremacy

 

(चौपाई)

मेघनाद कहुँ पुनि हँकरावा । दीन्ही सिख बलु बयरु बढ़ावा ॥
जे सुर समर धीर बलवाना । जिन्ह कें लरिबे कर अभिमाना ॥ १ ॥
तिन्हहि जीति रन आनेसु बाँधी । उठि सुत पितु अनुसासन काँधी ॥
एहि बिधि सबही अग्या दीन्ही । आपुनु चलेउ गदा कर लीन्ही ॥ २ ॥
चलत दसानन डोलति अवनी । गर्जत गर्भ स्त्रवहिं सुर रवनी ॥
रावन आवत सुनेउ सकोहा । देवन्ह तके मेरु गिरि खोहा ॥ ३ ॥
दिगपालन्ह के लोक सुहाए । सूने सकल दसानन पाए ॥
पुनि पुनि सिंघनाद करि भारी । देइ देवतन्ह गारि पचारी ॥ ४ ॥
रन मद मत्त फिरइ जग धावा । प्रतिभट खौजत कतहुँ न पावा ॥
रबि ससि पवन बरुन धनधारी । अगिनि काल जम सब अधिकारी ॥५ ॥
किंनर सिद्ध मनुज सुर नागा । हठि सबही के पंथहिं लागा
ब्रह्मसृष्टि जहँ लगि तनुधारी । दसमुख बसबर्ती नर नारी ॥ ६ ॥
आयसु करहिं सकल भयभीता । नवहिं आइ नित चरन बिनीता ॥ ७ ॥
(दोहा)

भुजबल बिस्व बस्य करि राखेसि कोउ न सुतंत्र ।
मंडलीक मनि रावन राज करइ निज मंत्र ॥ १८२(क) ॥
देव जच्छ गंधर्व नर किंनर नाग कुमारि ।
जीति बरीं निज बाहुबल बहु सुंदर बर नारि ॥ १८२(ख)
 

મેઘનાદ અને રાવણ બધાને જીતી લે છે

 

(દોહરો)        

મેઘનાદને રાવણે આપી પછી સલાહ,

વેર વધાર્યું દેવપ્રતિ કાઢીને ઉદગાર,

 

જે દેવો બળવાન હો ધીર વીર રણમાં

અભિમાની હો એમને લાવ અહીં પળમાં,

 

જીતી સમરાંગણમહીં બાંધી લાવ અહીં,

તારાસમ કોઇ નથી યોદ્ધા વિશ્વમહીં.

 

ગદા સહિત રાવણ સ્વયં લડવાને ચાલ્યો,

ધરતી લાગી ડોલવા, સમીર ના હાલ્યો.

 

સમાચારને સાંભળી દેવ ગયા નાસી

મેરુપર્વત ગહવરે રહ્યા ભયે વાસી.

 

દિગપાલોના લોકને નિર્જનશા જોઇ

સિંહનાદ કરતાં ફર્યો રાવણ સુધ ખોઇ.

 

મદોન્મત્ત બનતાં ભમ્યો સમસ્ત જગમાં એ,

કિન્તુ શક્યો ના મેળવી યુયુત્સુ યોદ્ધાને.

*

શશિ સૂર્ય ને વાયુ વરુણ, અગ્નિ કાળ કુબેર ને યમ,

સિદ્ધ કિન્નર નાગ ને દેવ, લાગ્યાં કરવા એની સેવ.

 

સૃષ્ટિ બ્રહ્માની કરી વશ પામ્યો અવર્ણનીય યશ;

પાળે આજ્ઞા સર્વે ભયભીત, મૂકે  મસ્તક ચરણે નીત.

કર્યો સૌના પરે અધિકાર બની કાળ તણોયે કાળ.

 

(દોહરો)        

બાહુબળે જગ વશ કર્યું, રહ્યું ન કોઇ સ્વતંત્ર,

સમ્રાટ બન્યો રાજવી સૌ કરતાં પરતંત્ર.

 

દેવ યક્ષ ગંધર્વ નર કિન્નર નાગકુમારી

જીતી બાહુબળે વર્યો અનેય સુંદરી નારી.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer