गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Terrified deities asks Lord's help

 

(चौपाई)

बैठे सुर सब करहिं बिचारा । कहँ पाइअ प्रभु करिअ पुकारा ॥
पुर बैकुंठ जान कह कोई । कोउ कह पयनिधि बस प्रभु सोई ॥ १ ॥
जाके हृदयँ भगति जसि प्रीति । प्रभु तहँ प्रगट सदा तेहिं रीती ॥
तेहि समाज गिरिजा मैं रहेऊँ । अवसर पाइ बचन एक कहेऊँ ॥ २ ॥
हरि ब्यापक सर्बत्र समाना । प्रेम तें प्रगट होहिं मैं जाना ॥
देस काल दिसि बिदिसिहु माहीं । कहहु सो कहाँ जहाँ प्रभु नाहीं ॥ ३ ॥
अग जगमय सब रहित बिरागी । प्रेम तें प्रभु प्रगटइ जिमि आगी ॥
मोर बचन सब के मन माना । साधु साधु करि ब्रह्म बखाना ॥ ४ ॥
(दोहा)

सुनि बिरंचि मन हरष तन पुलकि नयन बह नीर ।
अस्तुति करत जोरि कर सावधान मतिधीर ॥ १८५ ॥
 

ત્રાહિત દેવો પ્રભુ પાસે મદદ માટે જાય છે

 

(દોહરો) 

કરવા લાગ્યા દેવ સૌ ભેગા મળી વિચાર,

ક્યાં પ્રભુનું દર્શન કરી કરવા મળે પુકાર;

 

વસે ક્ષીરસાગરમહીં  કોઈ દેવ કહે,

કોઈ દેવોએ કહ્યું વૈકુંઠે જ રહે.

 

પ્રેમભક્તિ પ્રભુ પેખતાં પ્રાણમહીં પ્રગટે,

શાસ્ત્ર વચન એવાં કહે કણકણમાં પ્રગટે.

*

હરિ વ્યાપક સઘળે સમાન, થયું એવું અનુભૂતિજ્ઞાન,

પ્રભુ પ્રગટે પ્રેમથકી એ, કરે ધન્ય કૃપાથી પ્રાણ.

 

દેશકાળ દિશા-પ્રદિશામાં જ્ઞાત અજ્ઞાત સ્થાને હવામાં,

કોઇ બિંદુ બતાવો એવું પરમાત્મ રહિત હો તેવું.

 

હરિ વ્યાપક વિશ્વસ્વરૂપ વસે ચરાચરમાં અનૂપ,

સર્વાતીત સંપૂર્ણ વિરક્ત જાણે વિરલા જ્ઞાની ભક્ત.

 

પ્રેમે પાવક પેઠે પ્રકાશે જીવે ભક્ત એમની આશે,

અણુ પરમાણમાં વિરાજે બની વિશ્વ વિશ્વભંર હાસે.

 

(દોહરો) 

એવાં વચનો સાંભળી બ્રહ્મા હરખાયા,

અશ્રુ વહ્યાં આંખે, થઇ રોમાંચિત કાયા.

 

ભાવવિભોર બની કરી પ્રશસ્તિ પ્રેમથકી,

વૃતિ એમની સ્થૂળ ના વિષયે રહી ટકી.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer