गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Lord consoles Deities, promises demons' eradication

 

(चौपाई)

जनि डरपहु मुनि सिद्ध सुरेसा । तुम्हहि लागि धरिहउँ नर बेसा
अंसन्ह सहित मनुज अवतारा । लेहउँ दिनकर बंस उदारा ॥ १ ॥
कस्यप अदिति महातप कीन्हा । तिन्ह कहुँ मैं पूरब बर दीन्हा ॥
ते दसरथ कौसल्या रूपा । कोसलपुरीं प्रगट नरभूपा ॥ २ ॥
तिन्ह के गृह अवतरिहउँ जाई । रघुकुल तिलक सो चारिउ भाई ॥
नारद बचन सत्य सब करिहउँ । परम सक्ति समेत अवतरिहउँ ॥ ३ ॥
हरिहउँ सकल भूमि गरुआई । निर्भय होहु देव समुदाई ॥
गगन ब्रह्मबानी सुनी काना । तुरत फिरे सुर हृदय जुड़ाना ॥ ४ ॥
तब ब्रह्मा धरनिहि समुझावा । अभय भई भरोस जियँ आवा ॥ ५ ॥
(दोहा)

निज लोकहि बिरंचि गे देवन्ह इहइ सिखाइ ।
बानर तनु धरि धरि महि हरि पद सेवहु जाइ ॥ १८७
 

શ્રીહરિ દેવોને આશ્વાસન આપે છે અને દૈત્યોના વિનાશની ખાતરી આપે છે

 

(દોહરો)        

ભયને ત્યાગો સિદ્ધ મુનિ તથા દેવ સઘળા;

પ્રાર્થના સુણી પ્રેમથી તારી આર્ત ધરા.

 

માનવ રૂપે અંશ સહ સૂર્યવંશમાં હું

પ્રગટ બનીશ હરીશ ને દુઃખદર્દ સઘળું.

*

તીવ્ર તપ કર્યું કશ્યપ મુનિએ પત્ની સહિત પ્રશાંત અરણ્યે,

દશરથ ને કૌશલ્યરૂપ ધારી પ્રગટ્યા તે બહુમૂલ.

 

કશ્યપ રાજ અયોધ્યાના બની શ્વાસ લે છે અધુના;

એમના ગૃહે જન્મ લઇશ, અન્ય બંધુસહ પ્રગટ થઇશ.

પરમશક્તિ લક્ષ્મી મારી તે પણ અવતરશે ન્યારી.

 

ધરતીકેરો ભાર હરીશ, નિર્ભયતા સૌનેય ધરીશ,

માટે નિશ્ચિત બનો દેવ, કરો પરસ્પર સંપે સેવ.

 

બ્રહ્મગિરાથી થઇ પ્રસન્ન પાછા વળ્યા દેવતા ધન્ય,

હૃદય એમનાં શાંત થયાં, જીવનધારણ ધન્ય બન્યાં.

 

પૃથ્વીને પણ સમજાવી દેવોએ ધીરજ આપી,

સ્વલ્પ સમયમાં પ્રભુ પોતે રહેશે ક્લેશ બધા કાપી.

 

પૃથવી નિર્ભય ગઇ બની, શમી જ્વાળ સૌ પ્રાણતણી,

શ્રદ્ધા અંતરમાં જાગી, સિતાર આશાની વાગી.

 

(દોહરો)        

પૃથ્વી પર પ્રગટો તમે વાનરતન ધારી,

સેવા શ્રીહરિની કરો ભક્તિથી ભારી.

 

દેવોને એવું કહી બ્રહ્મા પછી ગયા

બ્રહ્મલોકમાં, દેવ સૌ કૃતસંકલ્પ થયા.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer