गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Ayodhya welcomes the arrival of princes

 

(चौपाई)

ध्वज पताक तोरन पुर छावा । कहि न जाइ जेहि भाँति बनावा ॥
सुमनबृष्टि अकास तें होई । ब्रह्मानंद मगन सब लोई ॥ १ ॥
बृंद बृंद मिलि चलीं लोगाई । सहज संगार किएँ उठि धाई ॥
कनक कलस मंगल धरि थारा । गावत पैठहिं भूप दुआरा ॥ २ ॥
करि आरति नेवछावरि करहीं । बार बार सिसु चरनन्हि परहीं ॥
मागध सूत बंदिगन गायक । पावन गुन गावहिं रघुनायक ॥ ३ ॥
सर्बस दान दीन्ह सब काहू । जेहिं पावा राखा नहिं ताहू ॥
मृगमद चंदन कुंकुम कीचा । मची सकल बीथिन्ह बिच बीचा ॥ ४ ॥
(दोहा)

गृह गृह बाज बधाव सुभ प्रगटे सुषमा कंद ।
हरषवंत सब जहँ तहँ नगर नारि नर बृंद ॥ १९४ ॥
 

રામજન્મની ખુશાલીમાં અયોધ્યામાં ઉત્સવ થાય છે

 

ધજા તોરણ તેમ પતાકા ધારી નગરે ધરી નવી આભા;

શણગાર્યું એને જે પ્રકારે એનું વર્ણન કેમ કરાયે ?

 

થઇ વ્યોમથી પુષ્પની વૃષ્ટિ, બ્રહ્માનંદે ભરાઇ સૃષ્ટિ.

સ્ત્રીઓ મસ્ત ઉમંગે મ્હાલી, જ્યાં ત્યાં ટોળે વળીને ચાલી.

 

સ્વાભાવિક શૃંગાર સજીને શીશ સ્વર્ણકળશ ધરીને,

થાળ મંગલ સામગ્રીવાળા ભરી રાજદ્વારે આવી બાળા.

 

લીધાં ઓવારણાં સ્નેહભીનાં કરી આરતી ભાવભરી ત્યાં;

સૂત બંદીજનો ગાયકોએ ગુણ ગાયા રઘુવરના એ.

 

દાન સર્વસ્વનું દીધું રાજે, એની આગળ ઇન્દ્રયે લાજે;

જ્યાં ત્યાં ચંદન કેસર સોહે, કસ્તુરી જોઇને મન મોહે.

 

(દોહરો)        

વાગ્યાં વાદ્યો નગરમાં પ્રગટાવી આનંદ

શોભાસાગર પ્રગટતાં પ્રેમ મધુરતા ચંદ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer