गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Tulsidas portrays childhood of princes

 

(चौपाई)

धरे नाम गुर हृदयँ बिचारी । बेद तत्व नृप तव सुत चारी ॥
मुनि धन जन सरबस सिव प्राना । बाल केलि तेहिं सुख माना ॥ १ ॥
बारेहि ते निज हित पति जानी । लछिमन राम चरन रति मानी ॥
भरत सत्रुहन दूनउ भाई । प्रभु सेवक जसि प्रीति बड़ाई ॥ २ ॥
स्याम गौर सुंदर दोउ जोरी । निरखहिं छबि जननीं तृन तोरी ॥
चारिउ सील रूप गुन धामा । तदपि अधिक सुखसागर रामा ॥ ३ ॥
हृदयँ अनुग्रह इंदु प्रकासा । सूचत किरन मनोहर हासा ॥
कबहुँ उछंग कबहुँ बर पलना । मातु दुलारइ कहि प्रिय ललना ॥ ४ ॥
(दोहा)

ब्यापक ब्रह्म निरंजन निर्गुन बिगत बिनोद ।
सो अज प्रेम भगति बस कौसल्या के गोद ॥ १९८ ॥
 

ચારે કુંવરોની બાળલીલાઓનું વર્ણન

 

કહ્યો વસિષ્ઠે વિમલ વિચાર વેદતત્વ નૃપ આ સુત ચાર,

મુનિધન જનસુખ શિવના પ્રાણ, બન્યા પ્રેમવશ બનતાં બાળ.

 

શિશુસ્વરૂપમાં સુખ માન્યું, સાકેત ધરા પર જાણ્યું;

ભક્તોના સર્વસ્વ છતાં પ્રગટયા સાધારણ બનતાં.

 

શૈશવથી સ્વામી માની પોતાના હિતકર જાણી,

રામચરણમાં કરતા પ્રીત જોડ્યું સતત લક્ષ્મણે ચિત્ત.

 

ભરત તથા શત્રુઘ્ન ઉભય સ્નેહભરેલા શાંત સદૃય,

સ્વામી સેવક સખા બની રમતા રાખી પ્રીત ઘણી.

 

શ્યામ ગૌર સુંદર બે જોડી જોતી જનની તૃણને તોડી

નજર ન લાગે જેથી લેશ, ચિત્તાકર્ષક સુતનો વેશ.

 

રૂપ શીલ ગુણ કેરા ધામ ચારે સુત અદભુત કૃતકામ,

તોપણ વિશેષ સુખના ધામ શોભાસાગર સૌથી રામ.

 

હૃદય અનુગ્રહ-ઇન્દુપ્રકાશ, કિરણ સમાન મનોહર હાસ,

જનની સમીપ કરતાં વાસ સંબોધે સ્નેહસ્વરે ખાસ.

 

(દોહરો)        

વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ એક અજોડ,

પ્રેમભક્તિવશ અજ છતાં કે કૌશલ્યાગોદ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer