गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Tulsidas portrays childhood of princes

 

(चौपाई)

एहि बिधि राम जगत पितु माता । कोसलपुर बासिन्ह सुखदाता ॥
जिन्ह रघुनाथ चरन रति मानी । तिन्ह की यह गति प्रगट भवानी ॥१ ॥
रघुपति बिमुख जतन कर कोरी । कवन सकइ भव बंधन छोरी ॥
जीव चराचर बस कै राखे । सो माया प्रभु सों भय भाखे ॥ २ ॥
भृकुटि बिलास नचावइ ताही । अस प्रभु छाड़ि भजिअ कहु काही
मन क्रम बचन छाड़ि चतुराई । भजत कृपा करिहहिं रघुराई ॥ ३ ॥
एहि बिधि सिसुबिनोद प्रभु कीन्हा । सकल नगरबासिन्ह सुख दीन्हा ॥
लै उछंग कबहुँक हलरावै । कबहुँ पालनें घालि झुलावै ॥ ४ ॥
(दोहा)

प्रेम मगन कौसल्या निसि दिन जात न जान ।
सुत सनेह बस माता बालचरित कर गान ॥ २०० ॥
 

ચારે કુંવરોની બાળલીલાઓનું વર્ણન

 

પિતૃ એમ જગના શ્રીરામ સૌને સુખ દેતા સુખધામ,

અવધપુરીનાં અનુરાગી વાસી બન્યાં સૌ બડભાગી.

 

રામચરણની રતિ માણી તેની ગતિ ઉત્તમ જાણી.

રઘુવરથી જે વિમુખ બને તેની દર્ગતિ ના છાની.

 

રઘુપતિવિમુખ મનુષ્ય કરે યત્ન કરોડો પણ ન તરે,

જીવ ચરાચર વશ જેને માયા છે વશ તે પ્રભુને.

 

ભ્રકુટિવિલાસ નચાવે તેને; સુખ ને શાંતિ ગમે છે જેને,

પ્રભુને છોડી કોને તે સ્મરે ભજે સ્વપ્નમહીંયે ?

 

છળને છોડી ભજન કરે મનક્રમવચને ધ્યાન ધરે,

ભવસાગરને તે જ તરે પ્રભુ તેના પર કૃપા કરે.

 

(દોહરો)        

દિવસરાત ક્યાં ચાલતાં પડતી ખબર નહીં,

કૌશલ્યા પ્રેમે મગન સુખમાં રહ્યાં વહી.

 

રમાડતાં ખોળે લઇ પુત્રપ્રેમવશ માત,

ઝુલાવીને પારણે કૃતાર્થ કરતાં જાત.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer