गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Sage Vishwamitra asks Ram-Laxman's help to kill demons

 

(चौपाई)

मुनि आगमन सुना जब राजा । मिलन गयऊ लै बिप्र समाजा
करि दंडवत मुनिहि सनमानी । निज आसन बैठारेन्हि आनी ॥ १ ॥
चरन पखारि कीन्हि अति पूजा । मो सम आजु धन्य नहिं दूजा ॥
बिबिध भाँति भोजन करवावा । मुनिवर हृदयँ हरष अति पावा ॥ २ ॥
पुनि चरननि मेले सुत चारी । राम देखि मुनि देह बिसारी ॥
भए मगन देखत मुख सोभा । जनु चकोर पूरन ससि लोभा ॥ ३ ॥
तब मन हरषि बचन कह राऊ । मुनि अस कृपा न कीन्हिहु काऊ ॥
केहि कारन आगमन तुम्हारा । कहहु सो करत न लावउँ बारा ॥ ४ ॥
असुर समूह सतावहिं मोही । मै जाचन आयउँ नृप तोही ॥
अनुज समेत देहु रघुनाथा । निसिचर बध मैं होब सनाथा ॥ ५ ॥
(दोहा)

देहु भूप मन हरषित तजहु मोह अग्यान ।
धर्म सुजस प्रभु तुम्ह कौं इन्ह कहँ अति कल्यान ॥ २०७ ॥
 

વિશ્વામિત્ર મુની અસુરોના સંહાર માટે રામ-લક્ષ્મણની માંગણી કરે છે

 

મુનિનું સુણી આગમન રાજ ચાલ્યા લેતાં વિપ્રસમાજ,

સન્માન કર્યું કરી પ્રણામ, લાવ્યા હર્મ્યમહીં સુખધામ.

 

ચરણ પખાળી પૂજા કરી પોતાને અતિ ધન્ય ગણી,

ભોજન રસભરપૂર કરાવ્યું, રહ્યા મુદિત મુનિ ધન્ય બની.

 

સુત ચારેયે કર્યા પ્રણામ શોભાસાગર સુખના ધામ,

ભાન ભૂલ્યા દેખીને રામ મુનિવર નિર્મળ ને નિષ્કામ.

 

મુખમંડળની શોભા ઓર પૂર્ણચંદ્રને જુએ ચકોર

સંમોહનવશ એમ થયા જોતાવેંત જ મગ્ન બન્યા.

 

પ્રસન્ન ને પરિતુષ્ટ બની દશરથ બોલ્યા મુગ્ધ થઇ,

કૃપા કરી ના આવી કદી, ધન્ય દિવસ આ ધન્ય ઘડી.

 

શુભાગમન સત્કર્મથકી સદા થાય છે સંતતણું,

શુભાગમનનો હેતુ કહો, અર્પું જે પણ તમે ચહો.

 

અસુરસમૂહ કરે હેરાન, મુનિવર વદ્યા શાંતિથી વાણ,

અંતરમાં રાખીને આશ કામના લઇ આવ્યો ખાસ,

અર્પો રામ અને લક્ષ્મણ અરણ્યમાં કરવા રક્ષણ.

 

(દોહરો)          

નિશિચરનાશ કરાય તો મખ તપ સાધન થાય,

ઋષિમુનિ નિર્ભય સૌ વસે ચિંતા સૌની જાય.

 

અજ્ઞાન અને મોહને ત્યાગી હર્ષ ધરી,

કામના વિરલ આજ દો મારી પૂર્ણ કરી.

 

ધર્મ સુયશ સત્કર્મની પ્રાપ્તિ તો કરશો,

જીવન લક્ષ્મણ રામનાં મંગલથી ભરશો.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer