गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Ram visits the place of swayamvar

 

(चौपाई)

पुर पूरब दिसि गे दोउ भाई । जहँ धनुमख हित भूमि बनाई ॥
अति बिस्तार चारु गच ढारी । बिमल बेदिका रुचिर सँवारी ॥ १ ॥
चहुँ दिसि कंचन मंच बिसाला । रचे जहाँ बेठहिं महिपाला ॥
तेहि पाछें समीप चहुँ पासा । अपर मंच मंडली बिलासा ॥ २ ॥
कछुक ऊँचि सब भाँति सुहाई । बैठहिं नगर लोग जहँ जाई ॥
तिन्ह के निकट बिसाल सुहाए । धवल धाम बहुबरन बनाए ॥ ३ ॥
जहँ बैंठैं देखहिं सब नारी । जथा जोगु निज कुल अनुहारी ॥
पुर बालक कहि कहि मृदु बचना । सादर प्रभुहि देखावहिं रचना ॥ ४ ॥
(दोहा)

सब सिसु एहि मिस प्रेमबस परसि मनोहर गात ।
तन पुलकहिं अति हरषु हियँ देखि देखि दोउ भ्रात ॥ २२४
 

શ્રીરામ સ્વયંવરના સ્થાનની મુલાકાત લે છે

 

પૂર્વદિશામાં ઉભય ગયા, ધનુષ્યયજ્ઞનું સ્થાન મહા

નિર્મિત આકર્ષક જોયું, સ્થાપત્યથકી મન મોહ્યું.

 

ઢાળી ત્યાં શુભ છત સુવિશાળ વેદિકા વળી શ્રેષ્ઠ રસાળ.

અવલોકી એ સર્વ રહ્યા, પ્રશસ્તિકેરાં વચન કહ્યાં.

 

ચોદિશ કંચનમંચ વિશાળ વિરાજવાના જ્યાં મહિપાલ,

તેની પાછળ ચારે કોર મંચસમૂહ સોહતા ઓર.

 

નગરજનોને માટે ખાસ આસન રાખ્યાં ત્યાં ચોપાસ;

વિશાળ ઉજ્જવળ ઉત્તમ ધામ વિવિધ રંગના શોભાઠામ

સ્વતંત્ર સ્ત્રીઓકાજ કર્યાં સ્વર્ગથકી વધુ સુખદ તમામ.

 

(દોહરો)          

મિથિલાનાં શિશુએ સરસ સ્થાન બતાવ્યું એ,

પામ્યાં હર્ષ નિહાળતાં બંને બાંધવને.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer