गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Duo visits Janak's garden

 

(चौपाई)

सकल सौच करि जाइ नहाए । नित्य निबाहि मुनिहि सिर नाए ॥
समय जानि गुर आयसु पाई । लेन प्रसून चले दोउ भाई ॥ १ ॥
भूप बागु बर देखेउ जाई । जहँ बसंत रितु रही लोभाई ॥
लागे बिटप मनोहर नाना । बरन बरन बर बेलि बिताना ॥ २ ॥
नव पल्लव फल सुमान सुहाए । निज संपति सुर रूख लजाए ॥
चातक कोकिल कीर चकोरा । कूजत बिहग नटत कल मोरा ॥ ३ ॥
मध्य बाग सरु सोह सुहावा । मनि सोपान बिचित्र बनावा ॥
बिमल सलिलु सरसिज बहुरंगा । जलखग कूजत गुंजत भृंगा ॥ ४ ॥
(दोहा)

बागु तड़ागु बिलोकि प्रभु हरषे बंधु समेत ।
परम रम्य आरामु यहु जो रामहि सुख देत ॥ २२७
 

રામ-લક્ષ્મણ જનકરાજાના બાગમાં જાય છે

 

(દોહરો)          

સ્નાનાદિ કરી મુનિપદે પ્રેમે કરી પ્રણામ

ચાલ્યા પૂજાપુષ્પને માટે લક્ષ્મણ રામ.

 

જોયો વિશાળ એમણે નૃપનો સુંદર બાગ,

વસંતઋતુ ત્યાં વિહરતી કરી અમર અનુરાગ.

 

નવપલ્લવ ફળફૂલથી શોભિત સુરદ્રુમશાં

મનમોહન વૃક્ષો વિવિધ લતામંડપો ત્યાં

 

જોયાં પોપટ ચાતક કોયલ વળી ચકોર

સુમધુર સ્વરથી નર્તતા વિહરતા વળી મોર.

 

મધ્યભાગમાં શોભતું સરોવર સુખદ એક

મણિનાં મધુ સોપાન ત્યાં નિર્મલ નીરે છેક.

 

સરસિજ બહુરંગી સરસ, કુજે વારિવિહંગ,

ગૂંજે ભ્રમર પ્રસન્નતા પ્રગટાવી નવરંગ.

 

પ્રસન્ન નીરખીને બન્યા પરમ રમ્ય એ બાગ,

રામના હૃદયમાં થયો અકલ્પ્ય અદભુત રાગ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer