गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Vishwamitra takes Ram to the place of swayamvar

 

(चौपाई)

सीय स्वयंबरु देखिअ जाई । ईसु काहि धौं देइ बड़ाई ॥
लखन कहा जस भाजनु सोई । नाथ कृपा तव जापर होई ॥ १ ॥
हरषे मुनि सब सुनि बर बानी । दीन्हि असीस सबहिं सुखु मानी ॥
पुनि मुनिबृंद समेत कृपाला । देखन चले धनुषमख साला २ ॥
रंगभूमि आए दोउ भाई । असि सुधि सब पुरबासिन्ह पाई ॥
चले सकल गृह काज बिसारी । बाल जुबान जरठ नर नारी ॥ ३ ॥
देखी जनक भीर भै भारी । सुचि सेवक सब लिए हँकारी
तुरत सकल लोगन्ह पहिं जाहू । आसन उचित देहू सब काहू ॥ ४ ॥
(दोहा)

कहि मृदु बचन बिनीत तिन्ह बैठारे नर नारि ।
उत्तम मध्यम नीच लघु निज निज थल अनुहारि ॥ २४०
 

રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે સ્વયંવરના સ્થાનમાં આવે છે

 

(દોહરો)            

વિશ્વામિત્રે જનકના આમંત્રણ અનસાર,

ધનુષયજ્ઞ જોવા કર્યા રઘુવરને તૈયાર.

 

કહ્યું લક્ષ્મણે આપનો અનુગ્રહ જેના પર,

તેને યશ શકશે મળી ભલે હો સ્વયંવર.

 

મુનિઓ પામી હર્ષ સૌ આપી આશીર્વાદ,

રામસાથ ચાલ્યા પછી જોવા કૃપાપ્રસાદ.

 

રંગભૂમિ પર રામ ને લક્ષ્મણને લાવ્યા,

મળતાં એવી માહિતી નગરજનો આવ્યા.

 

ગૌણ ગણી ગૃહકાર્યને જોવા લક્ષ્મણ રામ

આબાલવૃદ્ધ ઊમટયાં નેહથકી નિષ્કામ.

 

દેખી ભારે ભીડને શુચિ સેવક જનકે

કહ્યા પ્રમાણે આપવા લાગ્યા આસનને.

 

મૃદુ વિનીત વચનો વિવિધ પરિચારકે વદી

સમુચિત સ્થાને સર્વનો કર્યો પ્રબંધ પછી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer