गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Sita's state of mind

 

(चौपाई)

गिरा अलिनि मुख पंकज रोकी । प्रगट न लाज निसा अवलोकी ॥
लोचन जलु रह लोचन कोना । जैसे परम कृपन कर सोना ॥ १ ॥
सकुची ब्याकुलता बड़ि जानी । धरि धीरजु प्रतीति उर आनी ॥
तन मन बचन मोर पनु साचा । रघुपति पद सरोज चितु राचा ॥ २ ॥
तौ भगवानु सकल उर बासी । करिहिं मोहि रघुबर कै दासी ॥
जेहि कें जेहि पर सत्य सनेहू । सो तेहि मिलइ न कछु संहेहू ॥ ३ ॥
प्रभु तन चितइ प्रेम तन ठाना । कृपानिधान राम सबु जाना ॥
सियहि बिलोकि तकेउ धनु कैसे । चितव गरुरु लघु ब्यालहि जैसे ॥ ४ ॥
(दोहा)

लखन लखेउ रघुबंसमनि ताकेउ हर कोदंडु ।
पुलकि गात बोले बचन चरन चापि ब्रह्मांडु ॥ २५९ ॥
 

રામને નિહાળતાં સીતાના મનની સ્થિતિ

 

(દોહરો)               

વાણીરૂપી ભ્રમરીને મુખકમળે પકડી,

દેખીને લજ્જા નિશા મુખમાં એ અટકી.

 

અશ્રુ આંખનાં આંખના ખૂણામાં જ રહ્યાં

જેમ સુવર્ણ કૃપણતણું ના વપરાય જરા.

 

વ્યાકુળતા વધતાં થયો સીતાને સંકોચ,

ધૈર્ય ધરી વિશ્વાસથી પ્રગટાવ્યો સંતોષ.

 

તનમનવચને પણ હશે મારું જો સાચું

ચરણસરોજે રામના મન મુજ હો રાચ્યું

 

સર્વહૃદયવાસી સદા કરશે તો ભગવાન

મુજને દાસી રામની જાણીને મુજ પ્રાણ.

*

જેને જે પર સત્ય સનેહે, મળે તેને તે નિસ્સંદેહ.

*

(દોહરો)               

રામને નિહાળી કર્યું તન પ્રેમે અર્પણ,

જાણી રામ ગયા બધું દેખી મુખદર્પણ.

 

ગરુડ નાના સર્પ પર દૃષ્ટિપાત કરે

તેમ એમણે ધનુષ પ્રતિ જોયું એ જ પળે.

 

રઘુકુળમણિને લક્ષ્મણે નિહાળતા કોદંડ

દેખી આવેશે કહ્યું દબાવતાં બ્રહ્માંડ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer