गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Parshuram learns about breaking of the bow

 

(चौपाई)

समाचार कहि जनक सुनाए । जेहि कारन महीप सब आए ॥
सुनत बचन फिरि अनत निहारे । देखे चापखंड महि डारे ॥ १ ॥
अति रिस बोले बचन कठोरा । कहु जड़ जनक धनुष कै तोरा ॥
बेगि देखाउ मूढ़ न त आजू । उलटउँ महि जहँ लहि तव राजू ॥ २ ॥
अति डरु उतरु देत नृपु नाहीं । कुटिल भूप हरषे मन माहीं ॥
सुर मुनि नाग नगर नर नारी ॥ सोचहिं सकल त्रास उर भारी ॥ ३ ॥
मन पछिताति सीय महतारी । बिधि अब सँवरी बात बिगारी ॥
भृगुपति कर सुभाउ सुनि सीता । अरध निमेष कलप सम बीता ॥ ४ ॥
(दोहा)

सभय बिलोके लोग सब जानि जानकी भीरु ।
हृदयँ न हरषु बिषादु कछु बोले श्रीरघुबीरु ॥ २७० ॥

 

પરશુરામ ધનુષ્યભંગ વિશે જાણે છે

 

(દોહરો)               

સમાચાર સઘળા સુણ્યા મિથિલાપતિ મુખથી

ધનુષખંડ જોયા વળી ધરતી પર દુઃખથી.

 

પરશુરામ રોષે વચન કઠોર તરત વદ્યા,

કહે મંદમતિ જનક આ કોણે ખંડ કર્યા.

 

ધનુષભંગ કરનારને શીઘ્ર બતાવી દે

નહિ તો સમસ્ત રાજ્યનો નાશ વહોરી લે.

 

ભયથી બોલ્યા રાજવી એક શબ્દ પણ ના,

કુટિલ ભૂપ સંકટથકી મલકાયા મનમાં.

 

સુરમુનિ નાગ નગરતણાં તેમજ નર નારી

કરવા લાગ્યાં શોક સૌ ભીતિથકી ભારી.

 

સીતાની માતા કરી પશ્ચાત્તાપ વદ્યાં,

વિધિએ બદલી વિપળમાં જીવનકેરી કથા.

 

શુભના સ્થાને અશુભની સરજાઇ સૃષ્ટિ,

સીતાય વિલોકી રહી વિપત્તિની વૃષ્ટિ.

 

ભૃગુપતિ સ્વભાવ સાંભળી ચિંતા ઘણી થઇ,

નિમીષાર્ પણ કષ્ટથી કલ્પ સમાન ગઇ.

 

વખત વિલોકી, લોકને સીતાને ભયભીત

જાણી રઘુનંદન વદ્યા હર્ષવિષાદાતીત.

 

मासपारायण नवाँ विश्राम

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer