गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Dialogue between Laxman and Parshuram

 

(चौपाई)

लखन कहा हँसि हमरें जाना । सुनहु देव सब धनुष समाना ॥
का छति लाभु जून धनु तौरें । देखा राम नयन के भोरें ॥ १ ॥
छुअत टूट रघुपतिहु न दोसू । मुनि बिनु काज करिअ कत रोसू
बोले चितइ परसु की ओरा । रे सठ सुनेहि सुभाउ न मोरा ॥ २ ॥
बालकु बोलि बधउँ नहिं तोही । केवल मुनि जड़ जानहि मोही ॥
बाल ब्रह्मचारी अति कोही । बिस्व बिदित छत्रियकुल द्रोही ॥ ३ ॥
भुजबल भूमि भूप बिनु कीन्ही । बिपुल बार महिदेवन्ह दीन्ही
सहसबाहु भुज छेदनिहारा । परसु बिलोकु महीपकुमारा ॥ ४ ॥
(दोहा)

मातु पितहि जनि सोचबस करसि महीसकिसोर ।
गर्भन्ह के अर्भक दलन परसु मोर अति घोर ॥ २७२
 

લક્ષ્મણનો પરશુરામ સાથે સંવાદ

 

કહી લક્ષ્મણે હસતાં વાણ, સુણો દેવ ધનુ સકળ સમાન,

જીર્ણ ધનુષ તોડ્યાથી શો હાનિ-લાભ તે તમે કહો.

 

રામે અભિનવશું જોયું એને માત્ર અડી જોયું,

ત્યાં તો તૂટી તરત ગયું, દોષ એમને કેમ દઉં ?

 

કારણ વિના કરો છો ક્રોધ, બોલ્યા મુનિવર બાળ અબોધ,

જાણ્યો મારો નથી સ્વભાવ લોકોત્તર તેં પૂર્ણ પ્રભાવ.

 

હણું નહીં બાળક સમજી, માને મુજને મુનિ તપસી ?

બાળબ્રહ્મચારી ક્રોધી હણું ક્ષત્રિયોને શોધી.

 

વિશ્વવિદિત ક્ષત્રિયકુળદ્રોહી છતાં હું રહ્યો છું નિર્મોહી;

ભુજબળથી મેં ભૂમિને કરી ભૂપ વિનાની દાનમાં ધરી.

સહસ્ત્ર બાહુભુજ છેદનહાર પરશુ તરફ જો ભૂપકુમાર.

 

(દોહરો)               

માતતાતને શોકવશ કરતો નહીં કિશોર,

અર્ભક ગર્ભતણાં હણે પરશુ આ અતિઘોર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer