गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

बालकांड

   
< BACK

Bal Kand

NEXT >

Dashratha asks for Janak's leave

 

(चौपाई)

जनक सनेहु सीलु करतूती । नृपु सब भाँति सराह बिभूती ॥
दिन उठि बिदा अवधपति मागा । राखहिं जनकु सहित अनुरागा ॥ १ ॥
नित नूतन आदरु अधिकाई । दिन प्रति सहस भाँति पहुनाई ॥
नित नव नगर अनंद उछाहू । दसरथ गवनु सोहाइ न काहू ॥ २ ॥
बहुत दिवस बीते एहि भाँती । जनु सनेह रजु बँधे बराती ॥
कौसिक सतानंद तब जाई । कहा बिदेह नृपहि समुझाई ॥ ३ ॥
अब दसरथ कहँ आयसु देहू । जद्यपि छाड़ि न सकहु सनेहू ॥
भलेहिं नाथ कहि सचिव बोलाए । कहि जय जीव सीस तिन्ह नाए ॥४ ॥
(दोहा)

अवधनाथु चाहत चलन भीतर करहु जनाउ ।
भए प्रेमबस सचिव सुनि बिप्र सभासद राउ ॥ ३३२ ॥
 

દશરથ અયોધ્યા જવા માટે જનક રાજાની આજ્ઞા માગે છે

 

સ્નેહ શીલ ઐશ્વર્ય આચાર ઉચ્ચ મિથિલાપતિના વિચાર

કરી દશરથ સૌનાં વખાણ સદા સાર્થક કરતા વાણ.

 

નિત્ય નૂતન આદર પ્રેમ દિવ્ય સત્કાર આનંદ તેમ;

માગે દશરથ રોજ વિદાય, રોકે જનક અનેક ઉપાય.

 

છૂટા પડવું કરે ના પસંદ, એમ આવ્યો દિવસોનો અંત,

સૌએ બંધાયા પ્રેમને દોર, કામ કરતું ના કોઇનું જોર.

 

વિશ્વામિત્રે શતાનંદે ત્યારે કહ્યું જનકને શાંતિથી પ્યારે,

છોડી શકતા શરથને તમે ના આપો આજ્ઞા જવાની છતાં હા !

 

(દોહરો)            

મિથિલાપતિ માની ગયા સમજીને ત્યારે,

મંત્રીને બોલાવતાં જાણ કરી ભારે.

 

અવધનાથ ચાહે જવા સૌને જાણ કરો;

સમાચારને જાણતાં હર્ષ શમ્યો સઘળો.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer