गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Beginning shloka

श्लोक

कुन्देन्दीवरसुन्दरावतिबलौ विज्ञानधामावुभौ

शोभाढ्यौ वरधन्विनौ श्रुतिनुतौ गोविप्रवृन्दप्रियौ।

मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्मौं हितौ

सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौ हि नः ॥ १ ॥

 

ब्रह्माम्भोधिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययं

श्रीमच्छम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितं सर्वदा।

 संसारामयभेषजं सुखकरं श्रीजानकीजीवनं

धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम ॥ २ ॥

 

सोरठा

मुक्ति जन्म महि जानि ग्यान खानि अघ हानि

कर जहँ बस संभु भवानि सो कासी सेइअ कस न ॥

जरत सकल सुर बृंद बिषम गरल जेहिं पान किय।

तेहि न भजसि मन मंद को कृपाल संकर सरिस ॥

 

આરંભના શ્લોક

 

જે છે સુંદર નીલ પદ્મ સરખા ને કુંદ જેવા, બલી

શોભાસાગર જ્ઞાનધામ ધનુવિદ, વેદે સ્તવ્યા સર્વદા,

ગોવિપ્રપ્રિય ધર્મવર્મ હિતકૃત્ સૌ બંધનોને હરે,

સીતાન્વેષણલીન જે વિહરતા વેઠી વ્યથાને વને,

માયામાનુષ રામલક્ષ્મણ સદા, ભક્તિ અમોને ધરે.

 

લાધેલું શ્રુતિસિંધુથી, કલિમલવિધ્વંસક, અવ્યય,

શોભે સુંદર શ્રેષ્ઠ શંભુમુખમાં, દે શાંતિ જે અક્ષય;

સંસારામય દિવ્ય ઔષધ સમું, શ્રી જાનકીજીવન

પુણ્યાત્મા સહુ ધન્ય પાન કરતા શ્રી રામનામામૃત.

 

(દોહરો)

જ્ઞાનખાણ અઘનાશિની, માતા મુક્તિતણી,

શંભુ ભવાની જ્યાં વસે લેતાં ક્લેશ હણી;

 

કેમ સેવવી તે નહીં સ્નેહથકી કાશી;

તીર્થપુરી માને પરમ મુક્તિ અભિલાષી.

 

ઉગારતાં સુરવૃંદને કર્યું વિષમ વિષપાન

એ શંકરશા અન્ય છે જગમાં કોણ કૃપાળ.

 

મંદબુદ્ધિ મન ના ભજે એ શંકરને કેમ,

મૂઢતા તજી એમનાં ચરણોમાં કર પ્રેમ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer