गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Ram gives his introduction

 

(चौपाई)

कोसलेस दसरथ के जाए । हम पितु बचन मानि बन आए ॥

नाम राम लछिमन दौउ भाई । संग नारि सुकुमारि सुहाई ॥ १ ॥

इहाँ हरि निसिचर बैदेही। बिप्र फिरहिं हम खोजत तेही ॥

आपन चरित कहा हम गाई । कहहु बिप्र निज कथा बुझाई ॥ २ ॥

प्रभु पहिचानि परेउ गहि चरना । सो सुख उमा नहिं बरना ॥

पुलकित तन मुख आव न बचना । देखत रुचिर बेष कै रचना ॥ ३ ॥

पुनि धीरजु धरि अस्तुति कीन्ही । हरष हृदयँ निज नाथहि चीन्ही ॥

मोर न्याउ मैं पूछा साईं। तुम्ह पूछहु कस नर की नाईं ॥ ४ ॥

तव माया बस फिरउँ भुलाना । ता ते मैं नहिं प्रभु पहिचाना ॥ ५ ॥

(दोहा)

एकु मैं मंद मोहबस कुटिल हृदय अग्यान

पुनि प्रभु मोहि बिसारेउ दीनबंधु भगवान ॥ २ ॥

 

શ્રીરામ હનુમાનજીને પોતાનો પરિચય આપે છે

 

કોશલેશ દશરથસુત બે, નામ રામ ને લક્ષ્મણ છે,

પાળવા અમે પિતાવચન આવ્યા સંકોચ વગર વન.

 

સુકુમારી સાથે નારી, હરી ગયો રાક્ષસ ભારી;

વનમાં શોધ અમે કરતા, વિરહવ્યથા સાથે ફરતા.

 

અમે અમારી કથા કહી, તમે પણ કહો કથા સહી,

પ્રભુને પરખીને હનુમાન પડ્યા પદમહીં કરી પ્રણામ.

 

એ સુખનું વર્ણન ના થાય, બની પ્રેમથી પુલકિત કાય;

પ્રભુનો વેશ સરળ જોયો, પ્રાણ ઓળખીને મોહ્યો.

 

ધીરજ ધરતાં સ્તવન કર્યું, સ્તોત્ર સુખતણું પરમ વહ્યું;

પૂછ્યું મેં તો સહજપણે, પૂછો નરસમ કેમ તમે?

 

માયાવશ ભૂલીને ભાન ફરું ધરીને હું અજ્ઞાન,

ઓળખ્યા નહીં પ્રભુને મેં, તમે ઓળખ્યો પણ ના શેં?

 

(દોહરો)

મંદ મોહવશ દીન હું કુટીલ હૃદય અજ્ઞાન

થતાં મને વિસરી ગયા દીનબંધુ ભગવાન.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer