गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Ram assures Sugriva to protect from Bali

 

(चौपाई)

नात बालि अरु मैं द्वौ भाई। प्रीति रही कछु बरनि न जाई ॥

मय सुत मायावी तेहि नाऊँ। आवा सो प्रभु हमरें गाऊँ ॥ १ ॥

अर्ध राति पुर द्वार पुकारा। बाली रिपु बल सहै न पारा ॥

धावा बालि देखि सो भागा। मैं पुनि गयउँ बंधु सँग लागा ॥ २ ॥

गिरिबर गुहाँ पैठ सो जाई। तब बालीं मोहि कहा बुझाई ॥

परिखेसु मोहि एक पखवारा। नहिं आवौं तब जानेसु मारा ॥ ३ ॥

मास दिवस तहँ रहेउँ खरारी। निसरी रुधिर धार तहँ भारी ॥

बालि हतेसि मोहि मारिहि आई। सिला देइ तहँ चलेउँ पराई ॥ ४ ॥

मंत्रिन्ह पुर देखा बिनु साईं। दीन्हेउ मोहि राज बरिआई ॥

बालि ताहि मारि गृह आवा। देखि मोहि जियँ भेद बढ़ावा ॥ ५ ॥

रिपु सम मोहि मारेसि अति भारी। हरि लीन्हेसि सर्बसु अरु नारी ॥

ताकें भय रघुबीर कृपाला। सकल भुवन मैं फिरेउँ बिहाला  

इहाँ साप बस आवत नाहीं। तदपि सभीत रहउँ मन माहीँ ॥

सुनि सेवक दुख दीनदयाला। फरकि उठीं द्वै भुजा बिसाला ॥ ७ ॥

(दोहा) 

सुनु सुग्रीव मारिहउँ बालिहि एकहिं बान।

ब्रम्ह रुद्र सरनागत गएँ न उबरिहिं प्रान ॥ ६ ॥

 

શ્રી રામ સુગ્રીવને વાલિના નાશનું વચન આપે છે

 

નાથ વાલિ ને હું બે ભ્રાત, પ્રીત વર્ણવું કેમ અગાધ;

માયાવી મયસુતનું નામ આવ્યો શત્રુ અમારે ગામ.

 

(દોહરો)   

મધરાતે પુરદ્વાર પર એણે મારી હાક,

વાલિએ પીછો કર્યો ભણાવવાને પાઠ.

 

સહાય ભાઇને કરી સાથે દોડી મેં;

ગિરિની ઘોર ગુફામહીં ગયો આક્રમક એ.

 

ત્યારે બોલ્યો વાલિ કે બે સપ્તાહ સુધી

ના આવું તો તું મને મૃત લેજે સમજી.

 

બે સપ્તાહ સુધી મને કહ્યું પ્રતીક્ષાકાજ

એક માસપર્યંત મેં કિન્તુ ત્યાં વાસ.

 

રક્ત ગુફામાંથી વહ્યું ત્યારે સમજ્યો એમ

માર્યો એણે વાલિને, હવે ન મારું ક્ષેમ.

 

શિલા ગુફા પર મૂકતાં આવ્યો હું નગરે,

મંત્રીઓએ આગ્રહે આપ્યું રાજ્ય મને.

 

વાલિ પુરે આવ્યો પછી કરી પ્રખર વિદ્વેષ

માર્યો મુજને સ્ત્રી હણી, કરુણા કરી ન લેશ.

 

બેચેન બનીને ફરું એના ભયથી હું,

મતંગ મુનિના શાપથી અહીં સુરક્ષિત છું.

 

તોપણ ભયનો પાર ના સુણતાં દીનદયાળ

દ્રવી ગયા, ફરકી રહ્યા બંને બાહુ વિશાળ.

 

એક જ બાણે વાલિને હણીશ હું સુગ્રીવ,

બ્રહ્માશિવ શરણે જતાં બચી ન શકશે જીવ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer