गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

The beauty of monsoon

 

(चौपाई)

घन घमंड नभ गरजत घोरा। प्रिया हीन डरपत मन मोरा ॥

दामिनि दमक रह न घन माहीं। खल कै प्रीति जथा थिर नाहीं १ ॥

बरषहिं जलद भूमि निअराएँ। जथा नवहिं बुध बिद्या पाएँ ॥

बूँद अघात सहहिं गिरि कैंसें । खल के बचन संत सह जैसें ॥ २ ॥

छुद्र नदीं भरि चलीं तोराई। जस थोरेहुँ धन खल इतराई ॥

भूमि परत भा ढाबर पानी। जनु जीवहि माया लपटानी ॥ ३ ॥

समिटि समिटि जल भरहिं तलावा। जिमि सदगुन सज्जन पहिं आवा ॥

सरिता जल जलनिधि महुँ जाई। होई अचल जिमि जिव हरि पाई ॥ ४ ॥

(दोहा) 

हरित भूमि तृन संकुल समुझि परहिं नहिं पंथ।

जिमि पाखंड बाद तें गुप्त होहिं सदग्रंथ ॥ १४ ॥

 

વર્ષાઋતુનું વર્ણન

 

ઘન ધમંડ નભ ગરજે ઘોર, પ્રિયાહીન ડરતું મન મોર;

રહે દામિની ના ઘનમાંહ્ય, ખલપ્રીત ટકે તેમ ન ક્યાંય.

 

વિદ્યાથી વિદ્વાન નમે, મેઘ તેમ ક્ષિતિ પર વરસે;

સહે શઠવચન સજ્જન જેમ સહે વૃષ્ટિને પર્વત તેમ.

 

સરિતા સ્વલ્પ તરત ઉભરાય, છકી અલ્પ ધનની ખલ જાય;

જીવ પડે માયામાં જેમ મલિન વારિ પૃથ્વી પર તેમ.

 

સલિલ ભરી દે વિવિધ તળાવ જ્યમ સજ્જને સદગુણભાવ;

સરિતાજલ જલનિધિમાં જાય જીવ જેમ શિવમાં સ્થિર થાય.

 

(દોહરો) 

હરિત ભૂમિ તૃણ સંકુલ, સમજે પડે ના પંથ,

પાખંડ થાય છે ગુપ્ત જેમ સદગ્રંથ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer