गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

The beauty of monsoon

 

(चौपाई)

दादुर धुनि चहु दिसा सुहाई। बेद पढ़हिं जनु बटु समुदाई

नव पल्लव भए बिटप अनेका। साधक मन जस मिलें बिबेका ॥ १ ॥

अर्क जबास पात बिनु भयऊ। जस सुराज खल उद्यम गयऊ ॥

खोजत कतहुँ मिलइ नहिं धूरी। करइ क्रोध जिमि धरमहि दूरी ॥ २ ॥

ससि संपन्न सोह महि कैसी। उपकारी कै संपति जैसी ॥

निसि तम घन खद्योत बिराजा। जनु दंभिन्ह कर मिला समाजा ॥ ३ ॥

महाबृष्टि चलि फूटि किआरीं । जिमि सुतंत्र भएँ बिगरहिं नारीं ॥

कृषी निरावहिं चतुर किसाना। जिमि बुध तजहिं मोह मद माना ॥ ४ ॥

देखिअत चक्रबाक खग नाहीं। कलिहि पाइ जिमि धर्म पराहीं ॥

ऊषर बरषइ तृन नहिं जामा। जिमि हरिजन हियँ उपज न कामा ॥ ५ ॥

बिबिध जंतु संकुल महि भ्राजा। प्रजा बाढ़ जिमि पाइ सुराजा ॥

जहँ तहँ रहे पथिक थकि नाना। जिमि इंद्रिय गन उपजें ग्याना ॥ ६ ॥

(दोहा) 

कबहुँ प्रबल बह मारुत जहँ तहँ मेघ बिलाहिं।

जिमि कपूत के उपजें कुल सद्धर्म नसाहिं ॥ १५(क) ॥

 

कबहुँ दिवस महँ निबिड़ तम कबहुँक प्रगट पतंग।

बिनसइ उपजइ ग्यान जिमि पाइ कुसंग सुसंग ॥ १५(ख)

 

વર્ષાઋતુનું વર્ણન

 

ચોદિશ દાદુસ્વરો સુણાય વેદ ભણે જ્યમ શિશુસમુદાય,

પલ્લવ પામ્યાં વિટપે અનેક, પામે સાધક જેમ વિવેક.

 

સુરાજ્યમાં ખલ નિષ્ક્રિય થાય પર્ણહીન ત્યમ અર્કજવાસ;

શોધી મળે ન ક્યાંયે ધૂળ ક્રોધ ધર્મ જ્યમ કરતો દૂર.

 

ઉપકારી વૈભવથી જેમ સોહે ધરતી શશિથી તેમ;

તમિસ્ત્રમાં ખદ્યોત મળે દંભીસમાજ જેમ ફરે.

 

મહાવૃષ્ટિ તોડે ક્યારી, સ્વચ્છંદે બગડે નારી;

નીંદે ખેતર ચતુર કિસાન, મોહ તજે બુધ જ્યમ મદમાન.

 

ધર્મ ના રહે કલિયુગમાંહ્ય ચક્રવાક ના તેમ જણાય;

ઉજ્જડ જમીનમાં ના ઘાસ હરિજન ઉર જ્યમ કામ ખલાસ.

 

વધતી પ્રજા સુરાજ્યમહીં વ્યાપ્ત જંતુથી તેમ મહી;

વટેમાર્ગુ કરતા વિશ્રામ ઇન્દ્રિય જેમ પ્રગટતાં જ્ઞાન.

 

(દોહરો)  

પ્રબળ વાયુ વાતાં કદી અભ્ર બધે વિખરાય,

કુપુત્ર ઉપજ્યે કુળતણા ધર્મ જેમ ન પળાય.

 

ક્યારેક દિન નિબિડ તમ પ્રકટે તેમ પતંગ,

જ્ઞાન જેમ જાગે મટે પામી સંગ કુસંગ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer