गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Ram gives his ring to Hanuman

 

(चौपाई)

सुनहु नील अंगद हनुमाना। जामवंत मतिधीर सुजाना ॥

सकल सुभट मिलि दच्छिन जाहू। सीता सुधि पूँछेउ सब काहू ॥ १ ॥

मन क्रम बचन सो जतन बिचारेहु। रामचंद्र कर काजु सँवारेहु ॥

भानु पीठि सेइअ उर आगी। स्वामिहि सर्ब भाव छल त्यागी ॥ २ ॥

तजि माया सेइअ परलोका। मिटहिं सकल भव संभव सोका ॥

देह धरे कर यह फलु भाई। भजिअ राम सब काम बिहाई ॥ ३ ॥

सोइ गुनग्य सोई बड़भागी । जो रघुबीर चरन अनुरागी

आयसु मागि चरन सिरु नाई। चले हरषि सुमिरत रघुराई ॥ ४ ॥

पाछें पवन तनय सिरु नावा। जानि काज प्रभु निकट बोलावा ॥

परसा सीस सरोरुह पानी। करमुद्रिका दीन्हि जन जानी ॥ ५ ॥

बहु प्रकार सीतहि समुझाएहु। कहि बल बिरह बेगि तुम्ह आएहु ॥

हनुमत जन्म सुफल करि माना। चलेउ हृदयँ धरि कृपानिधाना ॥ ६ ॥

जद्यपि प्रभु जानत सब बाता। राजनीति राखत सुरत्राता ॥ ७ ॥

(दोहा)   

चले सकल बन खोजत सरिता सर गिरि खोह।

राम काज लयलीन मन बिसरा तन कर छोह ॥ २३ ॥

 

શ્રીરામ હનુમાનને પોતાની મુદ્રિકા આપે છે

 

(દોહરો) 

જાંબવાન ને નીલ સૌ દક્ષિણમાં જાઓ,

મન ક્રમ વચને સેવતાં સમાચાર લાવો.

 

ભાનુ સેવવો પીઠથી અગ્નિને ઉરથી,

સ્વામી સ્નેહે સેવવા મુક્ત બની છળથી.

તજી મોહ સેવો પરલોક મટે સકળ ભવકેરા શોક;

દેહતણું ફળ એ જ મહાન ભજવા રામ પરમકલ્યાણ.

 

એ ગુણવાન એ જ બડભાગ જેને રામચરણ અનુરાગ;

આજ્ઞા માગી કરી પ્રણામ ચાલ્યા હરખી રટતા રામ.

 

ઢાળ્યું પવનકુમારે શીશ, સમજી બોલાવીને ઇશ

કરથી શીતળ સ્પર્શ કરી મુદ્રિકા સરસ તરત ધરી.

 

વિરહવીર્યનો કહેતાં સાર સમજાવીને વિવિધ પ્રકાર,

સાંત્વન સીતાને ધરતાં ધન્ય બનો મુજને મળતાં.

 

જન્મ સફળ સમજી હનુમાન ચાલ્યાં સ્મરતાં કૃપાનિધાન

જાણતા હતા સઘળી વાત નીતિ તોય પાળી સાક્ષાત

પ્રભુએ લીલા બધી કરી વિરહવ્યથાને પ્રાણ ભરી.

 

(દોહરો)  

ચાલ્યા વનપર્વતદીસર શોધી સઘળે

રામકાજમાં લીન મન ભૂલી સૌ તનને.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer