गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

किष्किन्धा कांड

   
< BACK

Kiskindha Kand

NEXT >

Hanuman's readiness to cross mighty ocean

 

(चौपाई)

अंगद कहइ जाउँ मैं पारा। जियँ संसय कछु फिरती बारा ॥

जामवंत कह तुम्ह सब लायक। पठइअ किमि सब ही कर नायक ॥ १ ॥

कहइ रीछपति सुनु हनुमाना। का चुप साधि रहेहु बलवाना ॥

पवन तनय बल पवन समाना। बुधि बिबेक बिग्यान निधाना ॥ २ ॥

कवन सो काज कठिन जग माहीं। जो नहिं होइ तात तुम्ह पाहीं ॥

राम काज लगि तब अवतारा। सुनतहिं भयउ पर्वताकारा ॥ ३ ॥

कनक बरन तन तेज बिराजा। मानहु अपर गिरिन्ह कर राजा ॥

सिंहनाद करि बारहिं बारा। लीलहीं नाषउँ जलनिधि खारा ॥ ४ ॥

सहित सहाय रावनहि मारी। आनउँ इहाँ त्रिकूट उपारी ॥

जामवंत मैं पूँछउँ तोही। उचित सिखावनु दीजहु मोही ५ ॥

एतना करहु तात तुम्ह जाई। सीतहि देखि कहहु सुधि आई ॥

तब निज भुज बल राजिव नैना। कौतुक लागि संग कपि सेना ॥ ६ ॥

(छंद)

कपि सेन संग सँघारि निसिचर रामु सीतहि आनिहैं।

त्रैलोक पावन सुजसु सुर मुनि नारदादि बखानिहैं ॥

जो सुनत गावत कहत समुझत परम पद नर पावई।

रघुबीर पद पाथोज मधुकर दास तुलसी गावई ॥

(दोहा)    

भव भेषज रघुनाथ जसु सुनहि जे नर अरु नारि।

तिन्ह कर सकल मनोरथ सिद्ध करिहि त्रिसिरारि ॥ ३०(क) ॥

(सोरठा)

नीलोत्पल तन स्याम काम कोटि सोभा अधिक।

सुनिअ तासु गुन ग्राम जासु नाम अघ खग बधिक ॥ ३०(ख)

 

સમુદ્ર ઓળંગવાની હનુમાનજીની તૈયારી

 

(દોહરો) 

અંગદ બોલ્યો સિંધુની જઇ શકું હું પાર,

શંકા કિન્તુ મને રહે પાછા ફરતી વાર.

 

કહ્યું જાંબવાને તમે સુયોગ્ય સર્વ પ્રકાર

નાયક સર્વતણા છતાં, કરાય શેં તૈયાર ?

જાંબવાન બોલ્યા હનુમાન, મૌન કેમ બેઠા બલવાન;

પવનતનય બળ પવનસમાન વિવેકગુણવિજ્ઞાનનિધાન,

કાર્ય કઠિન એવું શું છે થાય તમારાથી ના જે ?

 

રામકાર્ય માટે અવતાર સુણતાં થયા પર્વતાકાર;

કનકવર્ણ તેજોમય કાય, જાણે અન્ય ગિરિતણા રાય.

 

સિંહનાદથી વારંવાર, બોલ્યા અર્ણવ હોય અપાર

રમતવાતમાં પાર કરું, રાવણ સુહૃદો સાથ હણું.

 

ત્રિકૂટ પર્વતને લાવું અનાયાસ પાછો આવું.

આદેશ મને ઉચિત ધરો રામકાર્યથી ધન્ય કરો.

 

કહ્યું જાંબવાને સ્મિતસાથ, ભીડી શકો કાળને બાથ,

સીતાદર્શન ફકત કરો, સમાચાર સંપૂર્ણ ધરો.

 

રામ બાહુબળથી હણશે નિશિચરને, રાક્ષસ મરશે,

સીતાને મેળવશે એમ, કપિસેના છે કૌતુક જેમ.

 

(છંદ)

ત્રિભુવન સુપાવન સુયશ સુરમુનિ નારદાદિ વખાણશે,

નિશિચર સકળ સંહારતાં શ્રીજનકનંદિની લાવશે;

જન સુણી ગાઇ કહી સમજી પરમપદને પામશે,

રઘુવીર પદપાથોજ મધુકર દાસ તુલસી ગાય છે.

 

(દોહરો)  

ભવભેષજ રઘુનાથયશ સુણશે જે નરનાર

સકળ મનોરથ એમના કરશે સિદ્ધ કૃપાળ.

 

નીલકમળસમ શ્યામ કોટિકામ શોભા અધિક

રામચરિત સુણવું ઘટે નામ જેમનું ખગબગઅધિક.

 

 इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने चतुर्थ सोपानः समाप्तः।

किष्किन्धाकाण्ड समाप्त

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer