गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Mandodari begs Ravana to leave animosity with Ram

 

(चौपाई)

निज बिकलता बिचारि बहोरी। बिहँसि गयउ ग्रह करि भय भोरी ॥

मंदोदरीं सुन्यो प्रभु आयो। कौतुकहीं पाथोधि बँधायो ॥ १ ॥

कर गहि पतिहि भवन निज आनी। बोली परम मनोहर बानी ॥

चरन नाइ सिरु अंचलु रोपा। सुनहु बचन पिय परिहरि कोपा ॥ २ ॥

नाथ बयरु कीजे ताही सों। बुधि बल सकिअ जीति जाही सों ॥

तुम्हहि रघुपतिहि अंतर कैसा। खलु खद्योत दिनकरहि जैसा ॥ ३ ॥

अतिबल मधु कैटभ जेहिं मारे। महाबीर दितिसुत संघारे ॥

जेहिं बलि बाँधि सहजभुज मारा। सोइ अवतरेउ हरन महि भारा ॥ ४ ॥

तासु बिरोध न कीजिअ नाथा। काल करम जिव जाकें हाथा ॥

(दोहा)

रामहि सौपि जानकी नाइ कमल पद माथ।

सुत कहुँ राज समर्पि बन जाइ भजिअ रघुनाथ ॥ ६ ॥

 

મંદોદરી રાવણને રામ સાથે વેર છોડી દેવા આજીજી કરે છે

 

(દોહરો)           

વ્યાકુળ રાવણ ભય તજી કૃત્રિમ હાસ્ય હસી,

ગયો હર્મ્યમાં; મનમહીં શંકા ઘોર વસી.

 

આવ્યા પ્રભુ સાગર વળી બંધાયો જાણી,

મંદોદરી વદી પરમ સુધાછલી વાણી.

 

ચરણે શીશ નમાવતાં પાલવ પાથરતાં,

બોલી, ક્રોઘ તજી સુણો પ્રિય, વચનોને આ.

 

બુદ્ધિબળથી જેહને જીતી નાથ શકાય,

વેર ઉચિત તેના થકી કરવું કહ્યું સદાય.

 

દિનકર ને ખદ્યોતશું અંતર ખરે રહ્યું,

રામમાં તમારામહીં સાચી વાત કહું.

 

મધુકૈટભ બળવાન ને દિતિસુતને માર્યા,

બલિને બાંધ્યો ને હણ્યો સહસ્ત્રભુજને હા,

 

તે પ્રભુ હરવાકાજ છે પ્રગટ્યા પૃથ્વીભાર

વિરોધ ન કરો તેમનો; જીવ કર્મ ને કાળ

 

દાસ તેમના; રામને સીતા સોંપી દો,

શ્રેય હોય જો સાધવું સર્વ પ્રકારે તો,

 

ચરણકમળ મસ્તક મૂકી પુત્રને દઈ રાજ

વસી વને ભાવે ભજો રઘુનંદનને આજ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer