गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Ravana shrugs off Mandodari's advise

 

(चौपाई)

बिहँसा नारि बचन सुनि काना। अहो मोह महिमा बलवाना ॥

नारि सुभाउ सत्य सब कहहीं। अवगुन आठ सदा उर रहहीं ॥ १ ॥

साहस अनृत चपलता माया। भय अबिबेक असौच अदाया ॥

रिपु कर रुप सकल तैं गावा। अति बिसाल भय मोहि सुनावा ॥ २ ॥

सो सब प्रिया सहज बस मोरें। समुझि परा प्रसाद अब तोरें ॥

जानिउँ प्रिया तोरि चतुराई। एहि बिधि कहहु मोरि प्रभुताई ॥ ३ ॥

तव बतकही गूढ़ मृगलोचनि। समुझत सुखद सुनत भय मोचनि ॥

मंदोदरि मन महुँ अस ठयऊ। पियहि काल बस मतिभ्रम भयऊ ॥ ४ ॥

(दोहा)

एहि बिधि करत बिनोद बहु प्रात प्रगट दसकंध।

सहज असंक लंकपति सभाँ गयउ मद अंध १६(क) ॥

(सोरठा)

फूलह फरइ न बेत जदपि सुधा बरषहिं जलद।

मूरुख हृदयँ न चेत जौं गुर मिलहिं बिरंचि सम ॥ १६(ख) ॥

 

રાવણ મંદોદરીની સલાહને હસી કાઢે છે

 

હસ્યો સુણી નારીની વાણ અહો મોહમહિમા બળવાન,

વિચિત્ર સ્ત્રીનો ખરે સ્વભાવ, અવગુણ આઠ રહે ઉરમાંહ્ય.

 

સાહસ અનૃત ચપળતા છળ, ભય અવિનય નિર્દયતા મળ;

રિપુના ગુણ તેં કહ્યા વિશાળ, ભય દર્શાવ્યો મને કરાળ.

 

પ્રિયા, સહજ વશ વિશ્વ મને, સમજાયો મહિમા ન તને;

પ્રિયા, ચતુરતા તુજ જાણી, બોલી મુજ પ્રતાપવાણી.

 

ગૂઢ વાત તુજ મૃગલોચની, સમજ્યે સુખપ્રદ ભયમોચની;

કર્યો સતીએ એમ વિચાર પતિને મતિભ્રમ થયો અપાર.

 

(દોહરો)           

વિનોદ કરતાં એમ એ પ્રભાતમાં દસકંધ,

સભામહીં આવ્યો સહજ નિર્ભય મદથી અંધ.

 

અમૃતજલ વરસે છતાં નેતર ના જ ફળે,

જાગે મૂર્ખ ન એમ જો ગુરુ બ્રહ્માય મળે.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer